Baroda
વડોદરાની દીકરીએ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ૪ મેડલ જીત્યા
By GS Team
21 Sep 20261 min read
મકરપુરાની સ્વિમર મિત્તલ આંખીવાલાએ બહાદુરગઢ, હરિયાણામાં યોજાયેલી 22મી નેશનલ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું. 30થી 34 વર્ષના વયજૂથમાં, મિત્તલે 50 અને 100 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીત્યા. ઉપરાંત, 50 અને 100 મીટર બેક સ્ટ્રોકમાં સિલ્વર મેડલ મેળવી કુલ 4 મેડલ જીત્યા. આ સિદ્ધિ બદલ તેની એશિયન માસ્ટર ચેમ્પિયનશિપ 2026 માટે પસંદગી થઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

મકરપુરા વિસ્તારમાં રહેતી સ્વિમર મિત્તલ આંખીવાલાએ બહાદુરગઢ, હરિયાણા ખાતે યોજાયેલી ૨૨મી નેશનલ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરી ચાર મેડલ મેળવ્યા છે.
તા. ૧૦થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ૩૦થી ૩૪ વર્ષના મહિલા વયજૂથમાં મિત્તલે ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ અને ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમજ ૫૦ મીટર બેક સ્ટ્રોક અને ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીતી મિત્તલે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો.
ચાર મેડલ સાથે મિત્તલની એશિયન માસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૬ માટે પસંદગી થઈ છે.