Baroda

વડોદરા: પ્રેમ લગ્ન કરનાર યુવાન સાસરિયાઓ ઉપર આક્ષેપ કરતો વીડિયો વાઈરલ કરી ફરાર

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા: પ્રેમલગ્નના મુદ્દે સાસરીયા દ્વારા પત્નીને છૂટાછેડા ન અપાતા કે ઘરે ન મોકલાતા કંટાળીને આત્મહત્યાનો વીડિયો બનાવી ગુમ થયેલા યુવકને પોલીસે 36 કલાકની શોધખોળ બાદ આણંદ પાસેથી શોધી કાઢ્યો. સાવલીના નહારા ગામના આ યુવકે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરતા ચિંતા વ્યાપી હતી. ડેસર પોલીસે યુવકને પરિવારજનોને હેમખેમ સોંપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: પ્રેમ લગ્ન કરનાર યુવાન સાસરિયાઓ ઉપર આક્ષેપ કરતો વીડિયો વાઈરલ કરી ફરાર

Vadodara: માંરા સસરાવાળા મારી પત્નીથી છુટુ આપવા દેતા નથી કે ઘેર મોકલતા નથી જેથી હુ કંટાળી ગયેલ છું અને આત્મહત્યા કરું છુ. તેવો વીડિયો બનાવી ગુમ થઈ ગયેલા યુવકને પોલીસે 36 કલાકે સુધી કાઢ્યો હતો.

સાવલી તાલુકાના નહારા ગામના યુવકે પ્રેમલગ્નના મુદ્દે કથિત ધાક-ધમકીથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કરશે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. યુવકની શોધખોળ માટે વિવિધ દિશામાં ટીમો કામે લગાડવામાં આવી હતી.

ડેસર પોલીસે પ્રયાસો હાથ ધરી અંદાજે 36 કલાકની સઘન શોધખોળ બાદ યુવકને આણંદ બાજુથી સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. ત્યારબાદ યુવકને જરૂરી સમજાવટ આપીને તેના પરિવારજનોને સુરક્ષિત સોંપવામાં આવ્યો હતો.