વડોદરા: મોપેડ સ્લીપ ખાઈ જતાં સવાર 3 યુવતી નીચે પટકાઈ, રોડ રોલર ફરી વળતાં 1નું કંપારીભર્યું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baroda Accident News: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આવેલા પેટ્રોપંપની સામેના રોડ પર એક ખતરનાક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રોડ બનાવવા માટે વપરાતું રોડ રોલર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. ઘટનાસ્થળેથી ત્રણ યુવતી મોપેડ લઈને પસાર થઈ રહી હતી, ત્યારે કોઈ અગમ્ય કારણોસર બ્રેક વાગવાથી કે અન્ય કારણસર યુવતીનું મોપેડ સ્લીપ થયું હતું. જેમાં બે યુવતીએ રોડ રોલરમાં આવી ગઈ હતી. અકસ્માતના બનાવમાં એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવીને ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસડેવામાં આવી હતી.
મોપેડ સ્લીપ ખાઈ જતાં સવાર 3 યુવતી નીચે પટકાઈ
વડોદરાના તાંદલજા વિસ્તારના અકસ્માતનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે, રસ્તા પરથી પસાર થઈ રહેલા રોડ રોલરની બાજુમાંથી પસાર થતી ત્રણ સવારી મોપેડ અચાનક સ્લીપ ખાતા અકસ્માત સર્જાઈ છે. જેમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજે છે. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને મૃતક યુવતીના પરિવારજનોની દેખરેખ હેઠળ તેના મૃતદેહને 108માં ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રોડ રોલર ફરી વળતાં 1નું કંપારીભર્યું મોત
સ્થાનિક જહાંગીરખાન નસરુદ્દીને જણાવ્યા મુજબ, 'મૃતક યુવતી તાંદલજાની ફેઇથ સ્કૂલ પાસે રહેતી હતી અને તેનું નામ માહીનબાનુ હોવાનું સામે આવ્યું છે.' અકસ્માત સર્જાયા બાદ રોડ રોલરનો ડ્રાઇવર પોતાની સીટ પર હાજર નહોતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.












