વડોદરા: ગણેશ વિસર્જનમાં નાચવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી ચાકુથી હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વાઘોડિયા રોડ કબીર નગરમાં રહેતા અને ફેબ્રિકેશનનો ધંધો કરતા જયપ્રકાશ બેજનાથ બિંદે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યુ છે કે , ગઈ તારીખ 25 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે નવેક વાગ્યાના સુમારે, હું મારા મિત્ર ઉમેશ કહાર અને ભત્રીજા અંકિત બિંદ સાથે અમારા સગાના ઘરે ગાજરાવાડી ખાતે ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં ગયો હતો. વિસર્જન યાત્રા દરમિયાન ડી-માર્ટ પાસે ટોળામાં નાચતી વખતે મારા મિત્ર ઉમેશના ગળામાંથી સોનાની ચેઇન તૂટી જતાં અમારે અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. જોકે ચેઇન મળી જતાં ત્યાં જ અમારું સમાધાન થઈ ગયું હતું.
ત્યારબાદ અમે વાઘોડિયા રોડ પર ગુરુકુળ સર્કલ પાસે આવેલી 'ધ હિલિંગ ટચ હોસ્પિટલ' નજીક ઉભા હતા. તે વખતે વિસર્જનમાં નાચવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને સન્ની) અને તેનો મિત્ર શિવા ત્યાં આવ્યા હતા. તેઓએ મારી સાથે ગાળાગાળી કરી છૂટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી. મારામારી દરમિયાન ઉશ્કેરાઈ જઈને સન્નીએ મારી પીઠના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા મારી દીધો હતો. મને બચાવવા માટે મારા ભત્રીજા અંકિતે સન્નીને પકડવાનો પ્રયાસ કરતાં તેને પણ ડાબા હાથની કોણીના ભાગે ચપ્પુ વાગી ગયું હતું. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.




