આજે વડોદરા- જામનગર - વડોદરા ઈન્ટરસિટી રદ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્વિમ રેલવે દ્વારા સાબરમતી રેલવે સ્ટેશન પર બે નવા ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, પરિણામે આવતીકાલે ૧૩ સપ્ટેમ્બર, રવિવારે સાબરમતી સ્ટેશન પર ટ્રાફિક બ્લોક હોવાથી રેલ વ્યવહારને અસર થશે.
આવતીકાલે ૧૩ સપ્ટેમ્બરે વડોદરા-જામનગર ઇન્ટરસિટી અને જામનગર-વડોદરા ઇન્ટરસિટી સંપૂર્ણપણે રદ રહેશે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોને બદલાયેલા માર્ગે દોડાવવામાં આવશે. ૧૩ સપ્ટેમ્બરની રાજકોટ-કોઈમ્બતૂર એક્સપ્રેસ વિરમગામ-સાબરમતી-અમદાવાદના નિયત માર્ગના બદલે વિરમગામ-કટોસણ રોડ-કલોલ-સાબરમતી બ્રોડગેજ-અમદાવાદના માર્ગે દોડશે.
આજે ૧૨ સપ્ટેમ્બરની સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ અમદાવાદ-સાબરમતી-વિરમગામના બદલે અમદાવાદ-સાબરમતી બ્રોડગેજ-કલોલ-કટોસણ રોડ-વિરમગામના બદલાયેલા માર્ગે દોડાવવામાં આવી છે.




