Baroda

વડોદરા: દારૂના નશામાં એસટી બસ હંકારી, ડ્રાઈવરની અટકાયત

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં આજવા ચોકડી પાસે GSRTC બસના ચાલક લાલા લક્ષ્મણ બારીયા (રહે. પરમપુર ગામ, લુણાવાડા) દારૂના નશામાં હોવાનું જણાતા 112 પોલીસ ટીમે બસ અટકાવી હતી. જંબુસર-વડોદરા રૂટની બસના ચાલક સામે કપુરાઈ પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી અટકાયત કરી છે. પોલીસે બસનો કબજો લઈ સેન્ટ્રલ બસ ડેપોને સોંપ્યો. આ ઘટનાથી મુસાફરોની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: દારૂના નશામાં એસટી બસ હંકારી, ડ્રાઈવરની અટકાયત

Vadodara: વડોદરા શહેરના આજવા ચોકડીથી સિકંદરપુરા તરફ જતા માર્ગ પર અમેરિકન સ્કૂલ સામે જીએસઆરટીસી બસનો ચાલક દારૂના નશાની હાલતમાં હોવાનું જણાતા 112 પોલીસની ટીમે બસને અટકાવી હતી. તપાસ દરમિયાન જંબુસર-વડોદરા રૂટની એસટી બસના ચાલકે દારૂ પીધેલો હોવાનું સામે આવતા સમગ્ર મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ મામલે કપુરાઈ પોલીસે પાણીગેટ બસ ડેપોમાં ચાલક તરીકે ફરજ બજાવતા લાલા લક્ષ્મણ બારીયા (રહે. પરમપુર ગામ, લુણાવાડા, મહીસાગર) સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

પોલીસે નશાની હાલતમાં બસ ચલાવતા ચાલક પાસેથી બસનો કબજો લઈ તેને સેન્ટ્રલ બસ ડેપોના ઇન્ચાર્જને પરત સોંપી હતી. એસટી બસનો ચાલક નશાની હાલતમાં ઝડપાતા મુસાફરોની સુરક્ષા અને એસટી તંત્રની દેખરેખ સામે સવાલો ઊભા થયા છે.