Baroda

વડોદરા: ભારે વરસાદ વચ્ચે દશરથ ગામના માધવનગરમાં વૃક્ષ પડતાં ગાયનું મોત: વાહનો અને મકાનને નુકસાન

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના દશરથ ગામના માધવનગરમાં ગુરુવારે રાત્રે ભારે વરસાદમાં એક વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં એક ગાયનું કરૂણ મૃત્યુ થયું અને 2 મોપેડ, એક મકાન તથા ટ્રેક્ટરની ટ્રોલીને નુકસાન થયું. સદ્દનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ભારે વરસાદ વચ્ચે દશરથ ગામના માધવનગરમાં વૃક્ષ પડતાં ગાયનું મોત: વાહનો અને મકાનને નુકસાન

Vadodara: ગુરુવારે રાત્રે પડેલા ભારે વરસાદ વચ્ચે વડોદરા નજીક આવેલા દશરથ ગામના માધવનગર વિસ્તારમાં લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં એક ગાયનું મૃત્યુ થયું છે.

વૃક્ષ પડતાં નજીકમાં પાર્ક કરેલી બે મોપેડને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત નજીક આવેલા એક મકાનને પણ આંશિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે ઉભેલી ટ્રેક્ટરની ટ્રોલી પણ ઝાડ નીચે દબાઈ ગઈ છે.

સદ્નસીબે ઘટના સમયે આસપાસ કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. ભારે વરસાદના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.