Baroda

વડોદરા: મહિલા પ્રોફેસરના પર્સમાંથી એટીએમ કાર્ડ ચોરી 40,000 વિડ્રો કરી લીધા

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
ભરૂચના સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર રાજુલબેન દવે અમદાવાદથી 'અમદાવાદ-શિરડી' બસમાં ભરૂચ જઈ રહ્યા હતા. વડોદરાના મકરપુરા બસ ડેપો ખાતે બસ રોકાઈ ત્યારે કોઈ અજાણ્યો ચોર સીટ પરથી તેમનું પર્સ ચોરી ગયો. તે પર્સમાં રહેલા HDFC બેન્કના ATM કાર્ડનો ઉપયોગ કરીને સયાજીગંજ સ્ટોક એક્સચેન્જ વિસ્તારના ATM માંથી 10,000 રૂપિયા લેખે કુલ 4 વખત ઉપાડી 40,000 રૂપિયાની ચોરી થઈ. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: મહિલા પ્રોફેસરના પર્સમાંથી એટીએમ કાર્ડ ચોરી 40,000 વિડ્રો કરી લીધા

Vadodara: ભરૂચના ભોલાવની સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર રાજુલબેન કેતનભાઇ દવેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,. ગત તા. 21/09/2026ના રોજ સવારે 07:00 વાગ્યે હું અમદાવાદના નેહરૂનગર બસ ડેપોથી ભરૂચ જવા માટે 'અમદાવાદ-શિરડી' બસમાં બેઠી હતી. મારી પાસે એક ગુલાબી કલરનો થેલો અને એક ખાખી કલરનું પર્સ હતું. આ ખાખી પર્સમાં મારું એક નાનું આછા ભૂરા કલરનું પર્સ પણ મૂકેલું હતું, જેમાં મારું HDFC બેન્કનું ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અસલ ડ્રાઇવિંગ લાયસન્સ, કારની RC બુક, કોલેજનું આઇ-કાર્ડ અને રોકડા રૂ. 1,000 મૂકેલા હતા.

સવારે આશરે 9:45 વાગ્યાની આસપાસ બસ વડોદરાના મકરપુરા બસ ડેપો ખાતે હોલ્ટ માટે રોકાઈ હતી. હું થોડીવાર માટે રીફ્રેશ થવા બસમાંથી નીચે ઉતરી હતી અને મારું ખાખી પર્સ બસની સીટ પર જ મૂકી રાખ્યું હતું. ત્યારબાદ હું સીટ પર આવીને બેસી ગઈ અને બસ ભરૂચ પહોંચતા હું ઉતરીને કોલેજે નોકરી પર જતી રહી હતી.

સાંજે નોકરી પૂરી કરીને જ્યારે હું ઘરે પહોંચી અને મારો મોબાઈલ ચેક કર્યો, ત્યારે જાણ થઈ કે. સવારે 10:22થી 10:24 વાગ્યાની વચ્ચે માત્ર બે-ત્રણ મિનિટમાં સયાજીગંજ સ્ટોક એક્સચેન્જ વિસ્તારના ATM માંથી મારા ખાતામાંથી રૂ. 10,000 લેખે કુલ 4 વખત ઉપાડીને રૂ. 40,000નો ઉપાડ થઈ ચૂક્યો હતો. મેં તુરંત મારું ખાખી પર્સ ચેક કર્યું તો તેમાંથી નાનું ભૂરા કલરનું પર્સ ગાયબ હતું.

મકરપુરા બસ ડેપો ખાતે જ્યારે હું નીચે ઉતરી હતી, ત્યારે જ કોઈ અજાણ્યો ચોર ઇસમ બસમાંથી પર્સ ચોરી ગયો હતો અને મારા ATM કાર્ડનો ઉપયોગ કરીને નાણાં ઉપાડી લીધા હતા. મેં તત્કાલ મારા બેન્ક કાર્ડ્સ બ્લોક કરાવ્યા હતા.