વડોદરા: APK ફાઇલ ઓપન કરતા જ આર્મીમેનના રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: હરણી EME આર્મી કેમ્પના સુબેદારે મોબાઇલ ફોનમાં આવેલી APK ફાઇલ ઓપન કરતા જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી 71,625 રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા.
હરણી સ્થિત EME આર્મી કેમ્પમાં સુબેદાર તરીકે નોકરી કરતા ભાસ્કરણ ગણપાત્ય ઉદયારે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈ તારીખ ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રે આશરે 9:00 વાગ્યે હું નોકરી પર હતો, ત્યારે મારા મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં વાહન ચલાણ ભરી દેવા અંગેની એક લિંક આપેલી હતી. મારે વતનમાં મારી પુત્રી મોપેડ વાપરતી હોવાથી ચલણ આવ્યું હશે તેમ સમજીને મેં તે લિંક ખોલી હતી. જોકે તે સમયે કોઈ પેજ ખુલ્યું ન હોવાથી મેં ફોન લોક કરીને મૂકી દીધો હતો.
બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:59 વાગ્યે મારા મોબાઈલ પર મેસેજ આવ્યો કે, મારા ક્રેડિટ કાર્ડમાંથી મારી જાણ બહાર રુ.71,625ની રકમ ઓનલાઈન એમેઝોન પર ડેબિટ થઈ ગઈ છે.મે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. મારા ફોનની તપાસ કરતા અજાણતા જ ડાઉનલોડ થયેલી APK ફાઇલ મળી આવી હતી.




