વડોદરા: મોર્નિંગ વોકમાં નીકળેલા સીનિઅર સિટિઝનની સોનાની ચેન પડાવી આરોપીઓ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: મોર્નિંગ વોકમાં નીકળેલા સીનિઅર સિટિઝનને વાતોંમાં ભોળવી તેઓની સોનાની ચેન લઇને મોપેડ સવાર બે ગઠિયાઓ ભાગી ગયા હતા.
છાણી જકાતનાકા મહાકાળી મંદિરની પાછળ આદર્શનગર સોસાયટીમાં રહેતા બિપીનભાઇ કનૈયાલાલ પંડયા 10 વર્ષ પહેલા જી.એ.સી.એલ. કંપનીમાંથી નિવૃત્ત થયા છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 24મી તારીખે સવારે 6:00 વાગ્યે હું મહાકાળી મંદિર પાસેથી ચાલતો ઘરે જતો હતો. તે દરમિયાન સામેથી મોપેડ પર બે યુવકો આવ્યા હતા. તેઓએ મને ઊભો રાખી સમા તળાવ તરફ જવાનું એડ્રેસ પૂછ્યુ હતું. મોપેડ ચાલકે મારા હાથ પર તેનો હાથ મૂકી કહ્યું હતું કે, હું ભૂવો છું, ત્યારબાદ તેણે રૃપિયા અને હાથમાં પહેરેલી વીંટી માગી હતી. પરંતુ, મેં ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે ગળામાં પહેરેલી ચેન માગી હતી. મેં તેઓને ચેન જોવા માટે આપી હતી. મોપેડ ચાલકે ચેન મોંઢામાં મૂકી દઇ ભાગી ગયો હતો. મેં બૂમાબૂમ કરી તેઓનો પીછો કર્યો હતો પરંતુ, આરોપીઓ દોઢ તોલા વજનની ચેન લઇને ભાગી ગયા હતા.







