Baroda

એક વર્ષમાં ૫૮૭૯૬ ગ્રાહકોએ રુફ ટોપ સોલાર પેનલો ઈન્સ્ટોલ કરાવી

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
PM સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે, જેમાં મધ્ય ગુજરાતનો મોટો ફાળો છે. વડોદરા જિલ્લો નવા જોડાણોમાં છઠ્ઠા સ્થાને છે. 2024-25માં 43143 ગ્રાહકોને 316 કરોડ સબસિડી મળી, જેનાથી 168 મેગાવોટ ક્ષમતા ઉમેરાઈ. 2025-26માં 58796 નવા ગ્રાહકો ઉમેરાતા 230 મેગાવોટ ક્ષમતા થઈ અને 458 કરોડ સબસિડી ચૂકવાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

એક વર્ષમાં ૫૮૭૯૬ ગ્રાહકોએ રુફ ટોપ સોલાર પેનલો ઈન્સ્ટોલ કરાવી

પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રુફ ટોપ સોલાર પેનલ નાંખવામાં ગુજરાત આખા દેશમાં નંબર વન છે અને તેમાં મધ્ય ગુજરાતનો મોટો ફાળો રહેલો છે.નવા જોડાણોની સંખ્યાની દ્રષ્ટિએ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વડોદરા જિલ્લાએ સમગ્ર દેશમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મધ્ય ગુજરાત વીજ કંપની પાસેથી મળતી જાણકારી પ્રમાણે ૨૦૨૪-૨૫માં ૪૩૧૪૩ ગ્રાહકોએ રુફ ટોપ સોલાર જોડાણ મેળવ્યા હતા અને તેના કારણે ૧૬૮ મેગાવોટ ક્ષમતાનો ઉમેરો થયો હતો.આ ગ્રાહકોને ૩૧૬ કરોડ રુપિયા સબસિડી અપાઈ હતી.
જોકે ૨૦૨૫-૨૬ના વર્ષમાં રુફ ટોપ જોડાણો મેળવનારાઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે.એક વર્ષમાં ૫૮૭૯૬ નવા ગ્રાહકો ઉમેરાયા છે અને તેના કારણે સ્થાપિત વીજ ક્ષમતા ૨૩૦ મેગાવોટ સુધી પહોંચી છે.આ ગ્રાહકોને સબસિડી પેટે ૪૫૮ કરોડની માતબર રકમ ચૂકવવામાં આવી છે.
૨૦૨૬ના વર્ષમાં અત્યાર સુધીમાં ૫૭૭૧ ગ્રાહકોએ રુફ ટોપ સોલાર જોડાણો ઈન્સ્ટોલ કરાવ્યા છે.તેમાંથી ૨૧૩૩ ગ્રાહકોને ૧૬ કરોડ રુપિયાની સબસિડી ચૂકવાઈ ગઈ છે અને અન્ય ગ્રાહકોની સબસિડી ચૂકવવાની કાર્યવાહી ચાલી રહી છે.