Entertainment

સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડશે? બાંદ્રામાં તૈયાર કરશે 6 માળની ભવ્ય ઇમારત

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
સલમાન ખાન બાંદ્રાના ચિમ્બઈ વિસ્તારમાં પરિવાર માટે 6 માળની નવી ભવ્ય ઇમારત બનાવશે. MCZMA દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. સલમાનની માતા સલમા ખાનના નામે નોંધાયેલા પ્લોટ પર આ ઘર બનશે, જ્યાં પહેલા જર્જરિત મકાન હતું. ગેલેક્સી એપાર્ટમેન્ટ નજીક બનનારા આ નવા ઘરથી ચાહકો ખુશ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડશે? બાંદ્રામાં તૈયાર કરશે 6 માળની ભવ્ય ઇમારત

Salman Khan: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો મુંબઈ વાળો ગેલેક્સી એપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ એપાર્ટમેન્ટ ઘણી વાર હુમલાના કારણે અને ઘૂસણખોરીના કારણે ચર્ચામાં આવી ચૂક્યો છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, સલમાન ખાન ટૂંક સમયમાં બાંદ્રાના ચિમ્બઈ વિસ્તારમાં સમંદર કિનારે પોતાના પરિવાર માટે નવી 6 માળની ભવ્ય ઈમારત તૈયાર કરશે.

MCZMA દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી મળી
મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
આ પ્લોટ સલમા ખાનના નામે છે

આ પ્લોટ તેમની માતા સલમા ખાનના નામે નોંધાયેલો છે, જ્યાં પહેલા એક જર્જરિત મકાન હતું. ગેલેક્સી એપાર્ટમેન્ટથી નજીક બનનારા આ નવા ઘરના સમાચારથી ફેન્સ ખુશ છે.