Baroda

ટુ વ્હીલરમાં દારૃની ૬૫૫ બોટલ સંતાડીને આવતા બે કેરિયર ઝડપાયા

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
બાપોદ પોલીસે ટુ-વ્હીલરમાં છુપાવેલી દારૂની 655 બોટલ સાથે છોટાઉદેપુરના 2 કેરિયર, અલ્કેશ અને સુનીલને ઝડપ્યા. દારૂ સપ્લાય કરનાર રિતેશ રાઠવા અને મંગાવનાર લક્ષ્મીબેન માળી વોન્ટેડ છે. અન્ય એક કેસમાં, PCB એ ગાજરાવાડીમાંથી 244 બોટલ દારૂ સાથે 25 વર્ષીય મિહિર ઉર્ફે હની ઠાકોરને પકડ્યો. કમો રાઠવા અને ખુલસીંગ રાઠવાની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટુ વ્હીલરમાં દારૃની ૬૫૫ બોટલ સંતાડીને આવતા બે કેરિયર ઝડપાયા

ટુ વ્હીલરમાં સંતાડેલી દારૃની ૬૫૫ નાની બોટલ સાથે બે કેરિયરને બાપોદ પોલીસે પીછો કરીને ઝડપી પાડયા છે. જ્યારે પીસીબી પોલીસે ગાજરાવાડીમાંથી દારૃની ૨૪૪ બોટલ કબજે કરી છે.
બાપોદ પોલીસે વોચ ગોઠવીને ટુ વ્હીલર પર દારૃ લઇને આવતા અલ્કેશ અરવિંદભાઇ રાઠવા (રહે.ડામર ફળિયું ગામ, છોટાઉદેપુર) તથા સુનીલ પ્રતાપભાઇ રાઠવા (રહે. નિશાળ ફળિયું, ગામ લગામી,છોટાઉદેપુર) ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓ પાસેથી દારૃની કુલ ૬૫૫ બોટલ કિંમત રૃપિયા ૯૧,૧૦૦ ની કબજે કરી હતી. દારૃ સપ્લાય કરનાર છોટાઉદેપુરના રિતેશ રાઠવા તથા દારૃ મગાવનાર વડોદરા તાલુકાના દોડકા ગામના લક્ષ્મીબેન અર્જુનભાઇ માળીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
જ્યારે અન્ય એક કેસમાં પીસીબી પોલીસે ગઈકાલે ગાજરાવાડી રંગમહાલ સ્થિત શારદા એવન્યુના મકાન નંબર ૩૦૨માં દરોડો પાડતા ૨૫ વર્ષીય મિહિર ઉર્ફે હની નરેન્દ્રસિંહ ઠાકોર રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન તેના આ ઘર તેમજ વાડી સાંઈધામ ફ્લેટના મકાનમાંથી વિદેશી દારૃની કુલ ૨૪૪ બોટલ કિંમત રૃ. ૬૪,૨૪૦ ની મળી આવી હતી. દારૃનો જથ્થો સપ્લાય કરનાર કમો રાઠવા અને ખુલસીંગ રાઠવાની શોધખોળ શરૃ કરવામાં આવી છે.