મંત્રી સમક્ષ સારી ઇમેજ ઊભી કરવા સયાજી હોસ્પિટલમાં સવારથી જ સ્વચ્છતા અભિયાન શરૃ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગંદકીથી હેરાન થતા ગરીબ દર્દીઓ પ્રત્યે બેદરકાર સયાજી હોસ્પિટલનું તંત્ર વડોદરા આવેલા આરોગ્ય મંત્રી સમક્ષ પોતાની સારી ઇમેજ ઊભી કરવા માટે સવારથી જ સ્વચ્છતા અભિયાનમાં લાગી ગયું હતું.
અવાર - નવાર વિવાદમાં રહેતી સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતાનો કાયમ અભાવ હોય છે. જે અંગે થોડા દિવસ અગાઉ જ મંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી. આજે સવારથી જ સયાજી હોસ્પિટલનું તંત્ર સ્વચ્છતાનું કામ કરી રહ્યું છે. વોર્ડ ઉપરાંત રસ્તા, કેન્ટીન તેમજ જે સ્થળે લોકોની અવર જવર વધારે હોય છે, ત્યાં સફાઇ કામ કરવામાં આવી રહ્યું છે. દિવસ દરમિયાન સફાઇ કામદારો ઠેર - ઠેર સફાઇ કામ કરતા નજરે પડી રહ્યા હતા.સયાજી હોસ્પિટલમાં અચાનક સ્વચ્છતા અભિયાન શરૃ કરવામાં આવતા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું. સ્વચ્છતા અભિયાન માત્ર સયાજી હોસ્પિટલ જ નહીં પરંતુ, ગોત્રી, જમનાબાઇ સહિતની હોસ્પિટલોમાં પણ હાથ ધરવામાં આવ્યું હતું.આખું વર્ષ આ રીતે હોસ્પિટલ સ્વચ્છ રહે તેવી ટકોર લોકો કરી રહ્યા છે.




