Baroda

વડોદરાના માંજલપુર, સનફાર્મા અને નિઝામપુરામાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના ત્રણ બનાવ

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના 3 બનાવો બન્યા. માંજલપુરના કમલેશ નગર, નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે થાર અને સન ફાર્મા રોડ પર સત્સંગ પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું, પરંતુ આગનું કારણ અકબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના માંજલપુર, સનફાર્મા અને નિઝામપુરામાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના ત્રણ બનાવ

Vadodara Fire : વડોદરામાં એક દિવસમાં જુદા-જુદા વિસ્તારોમાં કારમાં આગ લાગવાના ત્રણ બનાવ બન્યા છે. સારા નસીબે આ ત્રણે બનાવવામાં કોઈ જાનહાની થઈ નથી.
ગઈકાલે બપોરે માંજલપુરના કમલેશ નગર વિસ્તારમાં એક કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ કાબુમાં નહીં આવતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી.
ઉપરોક્ત બનાવ બાદ નિઝામપુરા મહેસાણા નગર સર્કલ પાસે થારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ બનાવમાં કારને ખાસ્સું નુકસાન થયું હતું.
ઉપરોક્ત બનાવ બાદ સન ફાર્મા રોડ વિસ્તારમાં સત્સંગ પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરેલી એક કારના બોનેટના ભાગમાં આગ લાગી હતી. જે કાર નો-પાર્કિંગ એરિયામાં મુકાયેલી હતી અને તેમાં પણ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું.