Baroda
બાપોદ જકાતનાકા પાસે જુગાર રમતા ત્રણ પકડાયા, ત્રણ ફરાર
By GS Team
5 Oct 20261 min read
ગઈકાલે સાંજે 6 વાગ્યે કપુરાઈ પોલીસે બાપોદ જકાતનાકા શાકમાર્કેટ પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા સુનિલ દેવીપૂજક, વિશાલ રાણા અને શિતલ માછીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા ₹12,210 અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹32,210નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી, જ્યારે અન્ય 3 ફરાર થયા.
Summarized by AI; it may make mistakes. Check important info

ગઈકાલે ૪ ઓક્ટોબરે સાંજ છ વાગ્યે કપુરાઈ પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે બાપોદ જકાતનાકા શાકમાર્કેટ પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતાં, જેમાં સુનિલ રાજેશ દેવીપૂજક (વુડાના મકાન, આજવારોડ), વિશાલ પ્રવીણ રાણા (ગુરૃકુંજ સોસાયટી, બાપોદ જકાતનાકા પાસે) અને શિતલ લલ્લુ માછી (યોગીનગર, બાપોદ જકાતનાકા પાસે) નો સમાવેશ થાય છે. પોલીસે રોકડા રૃા.૧૨,૨૧૦ અને બે મોબાઈલફોન સહિત કુલ રૃા.૩૨,૨૧૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી, જ્યારે જૈમિન વઢવાલિયા, નરેશ દીપક દેવીપુજક અને વિષ્ણુ ચમન પરમાર (ત્રણેવ રહે. એકતાનગર, બાપોદ જકાતનાકા પાસે)ને ફરાર જાહેર કર્યા છે.