Baroda

સયાજીગંજના મકાનમાંથી ચોરો દાગીના ચોરી ગયા,અગાઉ આ વિસ્તારમાંથી મુંબઇનો ચોર પકડાયો હતો

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
સયાજીગંજની શાલીમાર સોસાયટીમાં શરણ ઠક્કરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા હતા. ગત 12 અને 13 ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં ચોરોએ મકાનનું તાળું તોડી બેડરૂમની તિજોરી ફેંદી હતી. તેઓ રૂ. 1.50 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સયાજીગંજના મકાનમાંથી ચોરો દાગીના ચોરી ગયા,અગાઉ આ વિસ્તારમાંથી મુંબઇનો ચોર પકડાયો હતો

સયાજીગંજની શાલીમાર સોસાયટીમાં રહેતા શરણ ઠક્કરે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૨અને ૧૩ ઓગષ્ટ વચ્ચે કોઇ પણ સમયે તેમના મકાનનું નકૂચા સાથે તાળું તોડી ત્રાટકેલા ચોરો બેડરૃમની તિજોરી ફેંદી રૃ.દોઢ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા.જેથી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.

નોંધનીય છે કે,તાજેતરમાં જ સયાજીગંજના એક ફ્લેટમાં મુંબઇથી આવેલો ચોર ૫૧ તોલા સોનાના દાગીના ચોરી ગયો હતો અને પકડાઇ જતાં તેની પાસેથી ૩૧ તોલા દાગીના પરત મળ્યા હતા.જ્યારે 20 તોલા દાગીના તેણે વેચી દીધા હોવાની વિગતો કબૂલી હતી.