Baroda

વડોદરામાં ત્રણ સ્થળે ચોરો ત્રાટકેલા ચોરો 73 લાખની મતા ચોરી ગયા

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ચોરીના 3 બનાવોથી ખળભળાટ મચ્યો છે. જેમાં 73 લાખના દાગીના અને રોકડની ચોરી થઈ છે. સયાજીગંજ, ગોત્રી અને મકરપુરામાં બનેલી આ ઘટનાઓમાં, દુબઈ ગયેલા બહેનના ફ્લેટમાંથી 71 લાખના દાગીના ઉઠાવાયા. ગોત્રી અને મકરપુરામાં પણ લાખોની ચોરી થઈ. પોલીસે 2 ચોરોને કાર સાથે ઝડપી 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ત્રણ સ્થળે ચોરો ત્રાટકેલા ચોરો 73 લાખની મતા ચોરી ગયા

શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં ચોરીના ત્રણ બનાવ બન્યા છે.જેમાં ચોરો રૃ.અંદાજે રૃ.૭૩ લાખની કિંમતના દાગીના,રોકડ અને અન્ય ચીજો ઉઠાવી ગયા છે.
સયાજીગંજમાં પૂજા હોટલ પાસે તસીદ ટાવરમાં રહેતા તસ્નિકા હુસૈન અબ્બાસ વાસદવાલાએ પોલીસને કહ્યું છે કે,અમારી જોડેની વિંગમાં રહેતા મારા બહેન રસીદા જાવરાવાલા છેલ્લા એક વર્ષથી દુબઇ ગયા હોવાથી હું તેમના ફ્લેટની દેખરેખ રાખું છું. તેમને ત્યાં મણિબેન સફાઇ કામ કરે છે અને મણિબેનનો પુત્ર સુખરામ વોચમેન છે.
ગઇકાલે બપોરે બે થી પાંચના ગાળામાં નકૂચો તોડીને ત્રાટકેલા ચોરો સામાન વેરવિખેર કરી લોકર ઉઠાવી ગયા હતા.જેમાં સોનાના સેટ,બ્રેસલેટ,લોકેટ,બંગડીઓ મળી રૃ.૫.૧૦ લાખની કિંમતના ૫૧ તોલાના દાગીના(હાલની બજાર કિંમત રૃ.૭૧લાખ ગણી શકાય)હતા.
આવી જ રીતે ગોત્રીના અભિષેક ડૂપ્લેક્સમાં રહેતા નિતેશભાઇ પટેલ વિદેશ ગયા હોવાથી તા.૭મીએ રાત્રે તેમના મકાનમાં ત્રાટકેલા ચોરો ચાંદીના દાગીના,રોકડા રૃ.૫ હજાર અને ૨૦૦ યુએસ ડોલર મળી રૃ.અડધો લાખની મતા ચોરી ગયા હતા. જ્યારે, મકરપુરામાં ક્રિષ્ણા ટાવરમાં રહેતા હિના પંકજભાઇ રાય પતિ સાથે તા.૨૨ના રોજ બહારગામ ગયા હતા તે દરમિયાન ત્રાટકેલા ચોરો રૃ.એક લાખની સોનાની ચેન ચોરી જતાં તેમણે ફરિયાદ નોંધાવી છે.
ગોરવા અને ગોત્રીના બે મકાનોમાં ચોરી કરવા કારમાં ગયેલા બે ચોર પકડાયા
વડોદરા પોલીસે કારમાં નીકળેલા બે ચોરોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સરદાર એસ્ટેટ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારમાં પસાર થતા રામકુમાર રાજુભાઇ ચૌહાણ(પીળા વુડાના મકાનમાં,ખોડિયાર નગર) અને વિશાલ વિજયભાઇ દંતાણી (કૈલાસ ધામ સોસાયટી,દશામા મંદિર પાસે, ગોરવા)ને તપાસતાં કારમાંથી દાગીના અને રોકડ મળ્યા હતા.
પોલીસે બંનેની વધુ પૂછપરછ કરતાં સુભાન પુરાની અવનિશ પાર્ક સોસાયટીના મકાનમાં તેમજ ગઇ તા.૭મીએ રાત્રે ગોત્રીના અભિષેક ડૂપ્લેક્સમાં ચોરી કર્યાની વિગતો ખૂલી હતી.પોલીસે બંને ચોરો પાસેથી કાર, દાગીના, રોકડ અને બે મોબાઇલ મળી રૃ.પાંચ લાખની મતા કબજે કરી હતી.

ચોરોએ કેમેરા બંધ કર્યા છતાં વાતો રેકોર્ડ થઇ
ગોત્રીના અભિષેક ડૂપ્લેક્સમાં ચોરીના બનેલા બનાવમાં મકાનની દેખરેખ રાખતી મકાન માલિકની પુત્રીએ કેમેરા અને લાઇટો બંધ જોતાં શંકા થઇ હતી.જેથી તેણે કેમેરાનું રેકોર્ડિંગ તપાસતાં તા.૭મીએ મધરાત બાદ ચોરોની વાતચીત કરતો અવાજ સંભળાયો હતો.પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ કરતાં બંને ચોર પકડાઇ ગયા હતા.