Baroda
અકોટાના બે મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો,પાડોશી મહિલા અને સાગરીતે તાળું તોડ્યું હતું
By GS Team
21 Sep 20261 min read
અકોટાની નવી ચાલમાં 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન બે મકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે અજબડી મિલ પાસેથી રિક્ષામાં તાંબા-પિત્તળના વાસણો સાથે સુનિલ ઉર્ફે જેરી સોલંકી અને જ્યોતિ રયજીભાઈ (પાડોશી મહિલા)ને પકડ્યા. પૂછપરછમાં ચોરી કબૂલતા, પોલીસે રિક્ષા સહિત રૂ. 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

અકોટાના બે મકાનમાં થયેલી ચોરીના બનાવમાં પાડોશમાં રહેતી એક મહિલા અને તેનો સાગરીત પકડાઇ ગયા છે.
અકોટાની નવી ચાલ ખાતે ગઇ તા.૪ થી ૮ સપ્ટેમ્બર દરમિયાન બે મકાનમાં તાળું તોડીને ચોરી કરવામાં આવી હોવાનો બનાવ બનતાં અકોટા પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચે અજબડી મિલ પાસેથી એક રિક્ષામાં તાંબા અને પિત્તળના વાસણો સાથે સુનિલ ઉર્ફે જેરી પ્રવિણભાઇ સોલંકી(વુડાના મકાનમાં,સનફાર્મા રોડ) અને જ્યોતિ રયજીભાઇ(અકોટા)ને અટકાવી પૂછપરછ કરતાં તમામ સાધનો બાજુના મકાનમાંથી ચોરી કરેલા હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે રિક્ષા સહિત રૃ.સવા લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.