Baroda

વડોદરામાં અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીમાં ચોરી : 10 સીલિંગ ફેન અને 12 એલઇડી લાઇટ ગાયબ

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના નર્મદા ભવનમાં આવેલી અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીમાં ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા તસ્કરોએ રિનોવેશન હેઠળની કચેરીમાંથી 10 સીલિંગ ફેન અને 12 LED લાઈટ સહિત કુલ રૂ.16 હજારની સરકારી મિલકતની ચોરી કરી છે. રાવપુરા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સરકારી કચેરીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીમાં ચોરી : 10 સીલિંગ ફેન અને 12 એલઇડી લાઇટ ગાયબ

Vadodara : વડોદરામાં સરકારી કચેરીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કરતી ચોરીની ઘટના સામે આવી છે. અધિક નોંધણી સર નિરીક્ષક, વડોદરા ઝોનની રિનોવેશન હેઠળની જૂની કચેરીને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી રૂ.16 હજારની સરકારી મિલકતની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ નર્મદા ભવનના છઠ્ઠા માળે આવેલી અધિક નોંધણી સર નિરીક્ષકની કચેરીમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાથી જુલાઈ-2025થી સમગ્ર કચેરીને દિવાળીપુરા ખાતે ખસેડવામાં આવી હતી. દરમિયાન 28 જુલાઈના રોજ મદદનીશ નોંધણી સર નિરીક્ષકને જાણ થઈ હતી કે નર્મદા ભવન સ્થિત જૂની કચેરીના મુખ્ય દરવાજાના નકુચા અને પ્લાય તૂટેલી હાલતમાં છે.
તપાસ કરતા કચેરીમાંથી 10 સીલિંગ ફેન અને 12 એલઇડી લાઇટ મળી કુલ અંદાજે રૂ.16 હજારની સરકારી મિલકતની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રિનોવેશન માટે ખાલી કરાયેલી સરકારી કચેરીમાં આ પ્રકારની ચોરીની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.