Baroda

સાસરીમાં ગયેલા યુવકના ઘરમાં ચોરી

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં તરસાલી રિંગ રોડ પરની આનંદબાગ સોસાયટીમાં IT ઓફિસર રાહુલસિંહ રાજપૂતના બંધ મકાનને નિશાન બનાવી ચોરોએ હાથફેરો કર્યો હતો. ગત 28મીએ તેઓ પત્ની સાથે સાસરી ગયા હતા. તે દરમિયાન તાળું તોડી 37 ગ્રામ સોનાના અને 150 ગ્રામ ચાંદીના દાગીના ચોરી થયા હતા. મકરપુરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાસરીમાં ગયેલા યુવકના ઘરમાં ચોરી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામનો મૂળ રહેવાસી રાહુલસિંહ રાજપૂત હાલ તરસાલી સુશેન તરસાલી રિંગ રોડ પરની આનંદબાગ સોસાયટીમાં રહે છે અને ખાનગી કંપનીમાં આઇ.ટી.ઓફિસર તરીકે નોકરી કરે છે. ગત ૨૮ મી તારીખે તેઓ મકાનને તાળું મારીને પત્ની સાથે સાસરીમાં ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનનું તાળું તોડીને ચોર ટોળકી સોનાના ૩૭ ગ્રામ વજનના દાગીના તથા ચાદીના ૧૫૦ ગ્રામ વજનના દાગીના ચોરી ગઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.