દીકરીનું મન શાંત કરવાની વિધિ ભારે પડી,70 વર્ષીય વૃધ્ધનો 17વર્ષીય સગીરા પર બળાત્કાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અકોટા વિસ્તારમાં એક સગીર વિદ્યાર્થિનીનું મગજ શાંત કરવા માટે ચિંતાતુર માતા-પિતાને હવસખોર વૃધ્ધનો ભેટો થઇ જતાં તેણે વિધિ કરવાના નામે ઘેર આવીને બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બન્યો છે.
વાલીઓ માટે આંખ ઉઘાડનારા કિસ્સાની વિગત એવી છે કે,થોડા દિવસો પહેલાં મંદિરમાં દર્શનાર્થે ગયેલા અકોટાના માતા-પિતાને ત્યાં પૂંજા કરાવતા ૭૦ વર્ષીય નરેન્દ્ર ભટ્ટનો પરિચય થયો હતો.માતા પિતાએ તેમની સમક્ષ પોતાની ૧૭વર્ષીય દીકરીની ચિંતા વ્યક્ત કરી હતી અને તેનું મન શાંત થાય તેવો ઉપાય બતાવવા કહ્યું હતું.
નરેન્દ્રએ ઘેર આવીને વિધિ કરવી પડશે તેમ કહેતાં માતા-પિતા તૈયાર થયા હતા.૨૦ દિવસ પહેલાં નરેન્દ્ર ઘેર આવ્યો હતો અને વિધિ કરાવવા માટે સગીરાને રૃમમાં લઇ ગયો હતો.ત્યારબાદ તેણે ત્રણેકવાર વિધિ કરાવી હતી.જે દરમિયાન તેણે બળાત્કાર ગુજારતાં પીડિતાએ બનાવની જાણ કરી હતી.
બનાવ જાણ થતાં જ પરિવારજનો આઘાતજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા અને તેમણે તરત જ ફરિયાદ કરવાનો નિર્ણય લેતાં પીડિતાને લઇ અકોટાના પીઆઇ ડીવી બલદાનિયા સમક્ષ વિગતો વર્ણવી હતી.ડીસીપી મંજીતા વણઝારાએ આ અંગે તરત જ કાર્યવાહી કરવા સૂચના આપતાં પોલીસે બળાત્કારનો ગુનો નોંધી નરેન્દ્ર દિનકરભાઇ ભટ્ટ(જ્ઞાાનસુધા ફ્લેટ્સ,ગોકુળ નગર ટાઉનશિપ પાસે,ગોત્રી) સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.પોલીસે તેની ધરપકડ કરતાં કોર્ટે જ્યુડિશિટલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
લીંબુ અને પૂંજાપો લઇ રૃમમાં જતો અને પરિવારજનોને બહાર બેસાડતો હતો
૭૦વર્ષીય નરેન્દ્ર પીડિતાને ઘેર વિધિ કરવા માટે જતો હતો ત્યારે તેના પરિવારજનોની હાજરી હોવા છતાં તે રૃમમાં કોઇને અંદર પ્રવેશવા દેતો નહતો.પરિવાર જનો બહાર હોવા છતાં તેણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.જેથી અકોટા પોલીસે તેની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો સીમેન ટેસ્ટ કરાવી લેબમાં રિપોર્ટ માટે મોકલી આપ્યો છે.
20 દિવસમાં બે વાર બળાત્કાર, પીડિતાના ધરમના ભાઇએ ભાંડો ફોડયો
અકોટા વિસ્તારમાં સગીર વિદ્યાર્થિની પર વિધિના નામે બળાત્કાર ગુજારનાર નરેન્દ્ર ભટ્ટ ૨૦ દિવસમાં ચારેક વખત વિધિ કરવા પીડિતાને ઘેર આવ્યો હતો અને તે દરમિયાન તેણે બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવી છે.પીડિતાએ આ ઘટનાની જાણ તેના ધરમના ભાઇને કરતાં તેણે પીડિતાના માતા-પિતાનું ધ્યાન દોર્યું હતું અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.









