કરોડોના ખર્ચે ખાડામાં કરાયેલું પેચવર્ક વરસાદમાં સાવ ધોવાઈ ગયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં રસ્તાના ખાડા પૂરવા પાછળ મ્યુનિ. કોર્પોરેશન કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહ્યું છે, પરંતુ થોડા વરસાદમાં જ પેચવર્કનું ધોવાણ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
કોર્પોરેશન દ્વારા આ વર્ષે ચોમાસાની ઋતુમાં કુલ ૧૨ હજારથી વધુ ખાડાનો સર્વે કરી ૧૧૬૦૦ ખાડા પૂર્યા હોવાનો દાવો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધુ ૧૧૦૦ ખાડાનો સર્વે કરી ૮૦૦ ખાડા પૂરવામાં આવ્યા હોવાનું સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા જણાવાયું છે. જોકે, પેચવર્કની કામગીરી બાદ પણ રસ્તાઓની સ્થિતિમાં સુધારો જોવા મળતો નથી.પેચવર્ક કરવામાં આવ્યા બાદ થોડા વરસાદમાં જ તેનું ધોવાણ થઈ જાય છે.
સામાજિક કાર્યકરનું કહેવું છે કે આધુનિક ટેકનોલોજીથી કામગીરી કરવાની વાતો થાય છે, પરંતુ નાગરિકોને કાયમી રાહત મળતી નથી. વારંવાર ખાડા પૂરવાની કામગીરી પાછળ નાણાં ખર્ચાઈ રહ્યા છે, પરંતુ ઉકેલ નહીં આવતાં જાહેર નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે.
વધુમાં ઉમેર્યું કે હાલ ગાજરાવાડી, સોમા તળાવ, ભાયલી, ખોડિયારનગર, નવાપુરા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ઠેરઠેર ખાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહનચાલકોને કમરના દુખાવા, વાહનોને નુકસાન થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. રસ્તા પરના ખાડા અકસ્માતને નોતરું આપે છે.




