માંજલપુર મુક્તિધામની ગેસ ચિતા છેલ્લા એક મહિનાથી બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે માંજલપુર મુક્તિધામ ખાતે પર્યાવરણને અનુકૂળ ગણાતી ગેસ ચિતા છેલ્લા એક મહિના કરતાં લાંબા સમયગાળાથી બંધ છે.
ગેસ ચિતા બંધ હોઈ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ જાગૃત નાગરિક દ્વારા કરાયો છે. મ્યુનિ.કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે સ્મશાનો હાલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સંચાલિત કરવામાં આવે છે. વાસ્તવમાં, સ્મશાનોની સુવિધાઓ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની દેખરેખની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની છે.
વધુમાં ઉમેર્યું કે માંજલપુર મુક્તિધામ ખાતેની ગેસ ચિતાની સુવિધા મંગલેશ્વર મહાદેવ જલારામબાપા ટ્રસ્ટ દ્વારા કોર્પોરેશનને આપવામાં આવી છે. આવી સુવિધાની સારસંભાળ કરવામાં પણ કોર્પોરેશન નિષ્ફળ રહ્યું એ શોચનીય છે.
ખાસ કરીને ચોમાસામાં લાકડાં ભીના હોવા સહિતની સમસ્યાઓ ઊભી થતી હોય છે. આવા સમયે ગેસ ચિતા અગ્નિદાહ માટે વિકલ્પરૃપ સુવિધા બની શકે છે. નાગરિકો ગેસ ચિતામાં અંતિમવિધિને પ્રાથમિકતા આપે છે. હાલ ગેસ ચિતા બંધ રહેતા લોકોને મુશ્કેલી પડી રહી છે.




