લઘુમતી કોમની યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભપાત કરાવનાર સુનિલ મહિડાની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની એક મુસ્લિમ યુવતીને પ્રેમની જાળમાં ફસાવી વારંવાર બળાત્કાર ગુજારી મારઝૂડ કરનાર નામચીન યુવકને ગોત્રી પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,પીડિતા સાથે દોઢ વર્ષ પહેલાં સંપર્ક થયા બાદ જમીન દલાલ સુનિલ મહિડાએ તેને પ્રેમ જાળમાં ફસાવી હતી.બે સંતાન હોવા છતાં સુનિલે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને જુદીજુદી હોટલોમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતાએ લગ્નની વાત કરતાં સુનિલે તેને અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ તે યુવતીને મારઝૂડ પણ કરતો હતો.પીડિતા ગર્ભવતી બનતાં બે વાર ગર્ભપાત કરાવ્યો હતો.
આખરે પીડિતાએ ગોત્રી પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇ એચબી ચાવડાએ બળાત્કાર,ધાકધમકી આપી મારઝૂડ,ગર્ભપાત જેવા ગુના હેઠળ ગુનો નોંધી સુનિલ રોહિત મહિડા(નવજીવન સોસાયટી,તરસાલી)ની ધરપકડ કરી હોટલના ફૂટેજ તેમજ અન્ય પુરાવા એકત્રિત કરવા માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
૧૫ કરોડની ખંડણી માગવાના કેસમાં સુનિલ મહિડાની ધરપકડ કરાઇ હતી
યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગુનામાં પકડાયેલા નામચીન સુનિલ મહિડાની ગયા વર્ષે ૧૫ કરોડની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ટુંડાવ ખાતે આવેલી કંપનીમાં રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયના ગુજરાતના પ્રમુખનું કાર્ડ રજૂ કરી પોલ્યુશનના નામે ધમકી આપી ૧૫ કરોડની ખંડણીના કેસમાં ટુંડાવના જીતસિંહ ઉર્ફે દાઉદ રાણા,સુનિલ મહિડા અને સન્ની પ્રવીણભાઇ સોલંકી સામે સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો.
સયાજીગંજની હોટલમાં કંપનીના સંચાલક સાથે મીટિંગ યોજાઇ ત્યારે આરોપી બાઉન્સર લઇને આવ્યો હોવાની પણ પોલીસને માહિતી મળી હતી.આ ગુનામાં સુનિલને રિમાન્ડ પર પણ લેવાયો હતો.




