મુસ્લિમ યુવતી પર બળાત્કાર ગુજારી ગર્ભપાત કરાવનાર સુનિલ મહિડાએ સમીરના નામે આધારકાર્ડ બનાવ્યું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લઘુમતી કોમની યુવતીને નામ બદલીને ફસાવી બળાત્કાર ગુજારનાર અને બે વાર ગર્ભપાત કરાવનાર સુનિલ મહિડાએ મુસ્લિમ નામ ધારણ કરીને બોગસ આધારકાર્ડ પણ બનાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
દોઢેક વર્ષ પહેલાં અકસ્માતના બનાવ બાદ લઘુમતી કોમની યુવતી સાથે સંપર્કમાં આવેલા નામચીન આરોપી અને જમીન દલાલ સુનિલ રોહિત મહિડા(નવજીવન સોસાયટી, તરસાલી)સામે પીડિતાએ લગ્નની લાલચ આપી જુદીજુદી હોટલોમાં લઇ જઇને બળાત્કાર ગુજારવાની અને બે વાર ગર્ભપાત કરાવવાની કરેલી ફરિયાદ બાદ ગોત્રીના પીઆઇ એચબી ચાવડાએ આરોપીની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પીડિતાના પક્ષે એવો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે આરોપીએ તેની ઓળખ છુપાવી હતી અને સમીર ઉસ્માનિયા નામ રાખી આધારકાર્ડ પણ બનાવ્યું હતું.પોલીસે તેમની સમક્ષ રજૂ કરાયેલા આધારકાર્ડ કેવી રીતે બન્યું છે તેની તપાસ હાથ ધરી છે. પીડિતાના પક્ષે ત્રીજીવાર ગર્ભવતી બની હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.જેથી અગાઉ ગર્ભપાત ક્યાં કરાવ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા રિમાન્ડ પર લેવાયેલા આરોપી જે જે હોટલમાં રોકાયો હતો તેના પુરાવા લેવાની તજવીજ કરવામાં આવી હતી.આજે આરોપીના રિમાન્ડ પુરા થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.




