Baroda

શહેરની 10સ્કૂલોના વિદ્યાર્થીઓ 5000 કિલો પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરશે

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા 10 સ્કૂલોના હજારો વિદ્યાર્થીઓએ પહેલ કરી છે. FICCI અને કચરે સે આઝાદી ફાઉન્ડેશનના અભિયાન હેઠળ, 20 જુલાઈથી 20 ઓક્ટોબર સુધીમાં દરેક સ્કૂલ 500 કિલો, એમ કુલ 5000 કિલો પ્લાસ્ટિક કચરો એકઠો કરશે. આ કચરો રિસાયકલ કરાશે અને વિદ્યાર્થીઓને વેસ્ટ મેનેજમેન્ટ અંગે જાગૃત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરની 10સ્કૂલોના વિદ્યાર્થીઓ 5000 કિલો પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરશે

પ્લાસ્ટિકના વધી ગયેલા ઉપયોગે પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જી છે.જાહેર સ્થળોએ, રસ્તા પર, પિકનિક સ્પોટ્સ પર એમ કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક વેસ્ટ પડેલો જોવા મળતો હોય છે.
ગમે ત્યાં કચરો નહીં નાંખવા માટે અને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા માટે મોટી સંખ્યામાં અભિયાન ચલાવવાની જરુરિયાત વચ્ચે શહેરની ૧૦ સ્કૂલોના વિદ્યાર્થીઓએ આ માટે પહેલ કરી છે.આ સ્કૂલોના વિદ્યાર્થીઓ ત્રણ મહિનામાં સ્કૂલ દીઠ ૫૦૦ કિલો એમ ૫૦૦૦ કિલો પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરશે.
ઔદ્યોગિક સંસ્થા ફિક્કી અને કચરે સે આઝાદી ફાઉન્ડેશન સંસ્થાના અભિયાનની શરુઆત તા.૨૦ જુલાઈથી થઈ છે અને તા.૨૦ ઓકટોબર સુધી તે ચાલશે.આ દરમિયાન સ્કૂલોના હજારો વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરીને પ્રદૂષણ ઓછુ કવાનો પ્રયાસ કરશે.સાથે સાથે આ વિદ્યાર્થીઓને પણ પ્લાસ્ટિક વેસ્ટથી થતા નુકસાન અને વેસ્ટ મેનેજમેન્ટની જરુરિયાત અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.
અભિયાન પૂરુ થયા બાદ પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલિંગ માટે મોકલી આપવામાં આવશે.જેમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવશે.અભિયાનનો એક હેતુ પ્લાસ્ટિક વેસ્ટ અને વેસ્ટ મેનેજમેન્ટની જાણકારીને સ્કૂલ કેમ્પસથી બહાર સમાજની વચ્ચે લઈ જવાનો છે તેવું આયોજકોનું કહેવું છે.