Baroda

રક્ષાબંધન પર્વે એસ.ટી. વિભાગ રોજ ૫૦ બસો એક્સ્ટ્રા દોડાવશે

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
રક્ષાબંધન પર્વને લઈ વડોદરા એસટી વિભાગે મુસાફરો માટે ખાસ આયોજન કર્યું છે. ૨૩થી ૨૯ ઓગસ્ટ દરમિયાન રોજની ૫૦ વધારાની બસો દોડાવાશે. આ બસો સુરત, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, હિંમતનગર, દાહોદ અને ઝાલોદ જેવા રૂટ પર દોડશે. મુસાફરોની ભીડ મુજબ બસોની સંખ્યા વધારાશે. હાલ ૪૨૫ બસો રોજ 82 હજાર મુસાફરોને સેવા આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષાબંધન પર્વે એસ.ટી. વિભાગ રોજ ૫૦ બસો એક્સ્ટ્રા દોડાવશે

આગામી ૨૮ ઓગસ્ટે ઉજવાનારા રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

તા. ૨૩થી ૨૯ ઓગસ્ટ દરમિયાન રોજની ૫૦ એક્સ્ટ્રા બસો દોડાવવાની તૈયારી કરાઈ છે. મુસાફરોની માગ અને ભીડને ધ્યાનમાં રાખીને જરૃરિયાત મુજબ બસોની સંખ્યામાં વધારો કરાશે.

વધારાની બસો વડોદરાથી સુરત, અમદાવાદ અને રાજકોટ તરફના રૃટ પર દોડાવવામાં આવશે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત તરફ મહેસાણા અને હિંમતનગર, જ્યારે પંચમહાલ અને આસપાસના વિસ્તારો માટે દાહોદ અને ઝાલોદ તરફ પણ વધારાની બસો દોડાવાશે.

હાલ વડોદરા એસટી વિભાગ હેઠળ કુલ ૪૨૫ એસટી બસો દોડી રહી છે અને રોજ ૮૨ હજાર મુસાફરો એસટી સેવાનો લાભ લઈ રહ્યા છે. રક્ષાબંધન દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વિભાગ દ્વારા વધારાની બસો મૂકાઈ છે.