Baroda

આજથી ટૂંકા અંતરની કેટલીક ટ્રેનો ત્રણ દિવસ રદ કરાઈ

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ-મોડેલિંગ અને ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીને કારણે 29, 30 જૂન અને 1 જુલાઈ દરમિયાન ટ્રેન સેવાઓ પર અસર થશે. કેટલીક ટૂંકા અંતરની ટ્રેનો રદ કરાઈ છે, જ્યારે કેટલીક શોર્ટ ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિજિનેટ થશે. વડોદરા-વટવા, કઠાણા-પ્રતાપનગર, મિયાગામ કરજણ-પ્રતાપનગર ડેમુ અને વડોદરા-દહાણુ રોડ, વલસાડ-દાહોદ એક્સપ્રેસ રદ રહેશે. વલસાડ-વડોદરા ઇન્ટરસિટી વિશ્વામિત્રી સુધી જ આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી ટૂંકા અંતરની કેટલીક ટ્રેનો ત્રણ દિવસ રદ કરાઈ

વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ- મોડેલિંગ અને ટ્રેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે આગામી ત્રણ દિવસ કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર થશે.

તા.૨૯,૩૦ જૂન અને ૧ જુલાઈ દરમિયાન ટૂંકા અંતરની કેટલીક ટ્રેનો રદ રહેશે, જ્યારે કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ થશે.

તા.૨૯,૩૦ જૂન અને ૧ જુલાઈ દરમિયાન વડોદરા- વટવા, વટવા -વડોદરા પેસેન્જર, કઠાણા- પ્રતાપનગર, પ્રતાપનગર- કઠાણા ડેમુ, મિયાગામ કરજણ- પ્રતાપનગર , પ્રતાપનગર- મિયાગામ કરજણ ડેમુ તથા તા.૩૦ જૂન અને ૧ જુલાઈ દરમિયાન  વડોદરા-દહાણુ રોડ, દહાણુ રોડ- વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ, વલસાડ-દાહોદ, દાહોદ-વલસાડ એક્સપ્રેસ રદ રહેશે.

આ ઉપરાંત,  તા.૨૯,૩૦ જૂન અને ૧ જુલાઈ વલસાડ- વડોદરા ઈન્ટરસિટી, વિશ્વામિત્રી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થતા વડોદરા સ્ટેશન સુધી આવશે નહિ. વડોદરા -ભરુચ મેમુ શોર્ટ ઓરિજિનેટ થતા વડોદરાના બદલે મકરપુરા સ્ટેશનથી ઉપડશે.

તા.૨૯,૩૦ જૂને દાદર- એકતાનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થતા એકતાનગર સુધી જશે નહિ તેમજ તા.૩૦ જૂન અને ૧ જુલાઈ દરમિયાન એકતાનગર - દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ઓરિજિનેટ થતા એકતાનગરના બદલે વડોદરાથી ઉપડશે.