Baroda

વડોદરામાં ગણેશોત્સવમાં ગણતરીના સ્થળે જ પ્રસાદ અને ખાદ્ય પદાર્થોના નમૂના લેવાતાં તંત્રની કામગીરી સામે સવાલ

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ગણેશોત્સવ પર્વના 7 દિવસ વીતી ગયા છે, ત્યારે મનપાની ખોરાક શાખા દ્વારા પ્રસાદના મર્યાદિત નમૂના લેવાયા હતા. ભક્તોએ મોટી સંખ્યામાં પ્રસાદ આરોગ્યા બાદ હવે અહેવાલ જાહેર થતા નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો સ્થળ પર જ ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા ગુણવત્તા ચકાસણીની માંગ કરી રહ્યા છે, જેથી ભેળસેળ રોકી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગણેશોત્સવમાં ગણતરીના સ્થળે જ પ્રસાદ અને ખાદ્ય પદાર્થોના નમૂના લેવાતાં તંત્રની કામગીરી સામે સવાલ

Vadodara Food Safety : વડોદરા શહેરમાં ગણેશોત્સવ પર્વને સાત દિવસ વીતી ગયા છે. આ દરમિયાન વિવિધ ગણેશ પંડાલોમાં અને ઘરોમાં મોટી સંખ્યામાં ભક્તો શ્રીજીને બૂંદી, મીઠાઈ સહિતના પ્રસાદ ધરાવી રહ્યા છે. બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા પ્રસાદ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ગણતરીના સ્થળોએથી જ નમૂના લેવામાં આવ્યા હોવાની સ્થિતિ સામે આવી છે. પર્વ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પ્રસાદ આરોગી ગયા બાદ હવે અહેવાલ જાહેર કરવામાં આવતા નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે.
ગણેશોત્સવ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભેળસેળની ચકાસણી સમયસર થાય તે જરૂરી છે. જોકે, સ્થળ પરથી નમૂના લીધા બાદ તેનો અહેવાલ તૈયાર કરવામાં સમય લાગતો હોવાથી પરિણામ આવે ત્યાં સુધીમાં પર્વ પૂર્ણ થઈ જાય છે. હવે ગણેશોત્સવ પર્વ પૂર્ણ થયા બાદ ખોરાક શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો જાહેર કરવામાં આવશે, જ્યારે નમૂનાના અહેવાલ આવવામાં હજુ સમય લાગશે.
નાગરિકોનું કહેવું છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગેની ચકાસણી માત્ર નમૂના લેવા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ પ્રસાદ વિતરણના સ્થળોએ ફૂડ ટેસ્ટિંગ વાન મોકલવામાં આવે તો સ્થળ પર જ ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગે માહિતી મળી શકે છે.