Baroda

વડોદરામાં યુજીસીના નવા નિયમો સામે વિરોધ : કલેક્ટરને આવેદનપત્ર આપી નવા નિયમો પાછા ખેંચવાની માગ

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા UGCના નવા નિયમો સામે વડોદરામાં વિરોધ થયો છે. હિન્દુ એકતા મંચે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મંચના આગેવાનોએ જણાવ્યું કે આવા નિયમો સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે 'બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરો'ની માંગ સાથે UGCના નિયમો પરત ખેંચવા જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં યુજીસીના નવા નિયમો સામે વિરોધ : કલેક્ટરને આવેદનપત્ર આપી નવા નિયમો પાછા ખેંચવાની માગ

Vadodara News : ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ અટકાવવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે વડોદરામાં પણ વિરોધ નોંધાયો છે. હિન્દુ એકતા મંચ વડોદરા દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવા નિયમો સામે રજૂઆત કરવામાં આવી હતી.
મંચના આગેવાનોનું કહેવું છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવ અટકાવવા માટે અલગથી આવા કાયદા કે નિયમોની જરૂર નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આવા નિયમોની અસર સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પર પડી શકે છે અને તેમના ભવિષ્યને નુકસાન થઈ શકે છે.
આગેવાનોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સમાજમાં મોટાભાગે પછાત વર્ગના લોકો છે ત્યારે જાતિના આધારે વધુ ભેદ ઊભો થાય તેવા કાયદા કે નિયમો લાવવા જોઈએ નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓએ આ મુદ્દે વિચારણા કરવી જોઈએ.
હિન્દુ એકતા મંચે ‘બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરો’ તેવી માગ સાથે યુજીસીના નવા નિયમો પરત ખેંચવાની રજૂઆત કરી હતી. સાથે જ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અસર થાય તેવા નિયમો લાગુ ન કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી.