વડોદરામાં શ્રીજી ઉત્સવની પૂરજોશમાં તૈયારી,શનિ-રવિ દરમિયાન જૂનીગઢી સહિત 15થી વધુ આગમનયાત્રા નીકળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ધામધૂમથી ઉજવાતા ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઇ ગઇ છે.શનિવાર અને રવિવાર દરમિયાન શહેરમાં ઠેર ઠેર શ્રીજીની ભવ્ય આગમન યાત્રાઓ નીકળનાર છે.
આગામી તા.૧૪મીથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો હોવાથી વડોદરામાં ગણેશ મંડળો દ્વારા પંડાલો ઉભા કરવામાં આવ્યા છે અને હવે શ્રીજી ની પધરામણી કરવામાં આવી રહી છે.જેને પગલે આગામી બે દિવસ શનિવાર અને રવિવાર દરમિયાન ઠેરઠેર આગમન યાત્રાઓ નીકળનાર છે.
શહેરના અત્યંત સંવેદનશિલ પાણીગેટ વિસ્તારમાં જૂનીગઢી ખાતેના ગણપતિની પણ આગમન યાત્રા આવતીકાલે નીકળનાર છે.આ યાત્રામાં યુવાનો મોટી સંખ્યામાં ઉમટતા હોવાથી પોલીસ દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી છે.
આવી જ રીતે માંડવી,પાણીગેટ, રાજમહેલ રોડ,ગોત્રી,વાસણા રોડ, સુભાન પુરા,ગોરવા સહિતના વિસ્તારોમાં પણ બે દિવસ દરમિયાન શ્રીજીની આગમન યાત્રાઓ નીકળનાર હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા પોલીસ સજ્જ બની છે.




