Baroda

કેમિકલ કંપની પાસેથી માલ ખરીદી 1.33 કરોડની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાની હિતુ કેમિકલ કંપની સાથે વલસાડના વેપારી મોહિત સતપાલ સાવ્યનેહે રૂ. 1.33 કરોડના કેમિકલ ખરીદી છેતરપિંડી આચરી છે. 2024માં એસિટિક એસિડ અને કોષ્ટિક સોડાના સોદા બાદ આપેલા ચેક બાઉન્સ થતાં, કંપનીએ ઉઘરાણી કરી હતી. આરોપીએ ગલ્લાંતલ્લાં કરતાં અને અન્ય ફરિયાદોની જાણ થતાં, અકોટા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેમિકલ કંપની પાસેથી માલ ખરીદી 1.33 કરોડની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ

Vadodara Police : વડોદરાની એક કેમિકલ કંપની સાથે સોદો કર્યા બાદ વલસાડના વેપારીએ પેમેન્ટના વાયદા કરી 1.33 છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અકોટા રોડ ઉપર આવેલી હિતુ કેમિકલ એન્ડ આલ્કલાઈન કંપનીના માર્કેટિંગ હેડ અધિકારી સંજય ગોયેલે પોલીસને કહ્યું છે કે વાપીના આનંદનગર પાછળ આવેલી ઇકોલોજી કો કેમિકલ કંપનીના સંચાલક મોહિત સતપાલ સાવ્યનેહ સાથે સંપર્ક હોવાથી વર્ષ 2024 માં તેણે એસિટિક એસિડ, કોષ્ટિક સોડા સહિતના રૂ.1.33 કરોડની કિંમતના કેમિકલની ખરીદી કરી અમારી કંપનીને ચેક આપ્યા હતા.
પરંતુ આરોપીએ આપેલા ચેક બેંકમાંથી બાઉન્સ થયા હતા. જેથી કંપની દ્વારા વારંવાર ઉઘરાણી કરાતા આરોપીએ બહારના બતાવ્યા હતા. તેની સામે બીજે પણ ફરિયાદો થઈ હોવાની વિગત જાણવા મળતાં આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અકોટા પોલીસે આ બાબતે આરોપી સામે ગુનો નોંધ્યો છે.