પાયલોટિંગ કરતી ઇકો અને દારૂ ભરેલી ગાડી ડભોઇ પાસેથી ઝડપાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: ડભોઇ નજીક પલાસ વાળા ફાટક પાસે દારૂનો જથ્થો ભરેલી એક ગાડી અને પાયલોટિંગ ઇકો સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.
સફેદ કલરની એક મહીન્દ્રા કંપનીની ભાવનગર પાસીંગની ગાડીમા એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી નસવાડી બુંજેઠા થઇ ડભોઇ વડોદરા થઈ ભાવનગર તરફ જનાર છે. તથા એક સફેદ કલરની ઇકોમા બે ઇસમો ગાડીનુ પાઇલોટીંગ કરી રહેલ છે. જે હકિકત આધારે ડભોઇ પોલીસની એક ટીમ પલાસવાડા રેલવે ફાટક પાસે વોચમાં હતી. તે દરમિયાન સફેદ કલરની ઇકો ગાડી આવતા તેને ખાનગી વાહનોની આડાશ કરી રોકી ઇકો ગાડીમાથી બે ઇસમો પકડી પાડેલ તથા તેની પાછળ આવતી મહીન્દ્રા કંપનીની ગાડીનો ચાલક દુરથી પાઇલોટ ગાડીને પોલીસે રોકેલી જોઇ જતા દુર રોડ ઉપર ગાડી મુકી નાસી ગયેલ.
આ ગાડીમાં તપાસ કરતા 4.42 લાખ કિંમતનો દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે સંતોષ પ્રવિણભાઇ જેઠવા (રહે.હાથબ બાજોઠીયાવાડી તા.જી.ભાવનગર) અને સાગરભાઇ પ્રેમજીભાઇ બારૈયા (રહે.હાથબ તા.જી.ભાવનગર) ને ઝડપી પાડ્યા હતા જ્યારે
યોગેશ ઉર્ફે પથુ લાભુભાઇ જેઠવા (રહે.હાથબ તા.જી.ભાવનગર)ને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.









