Baroda
નિઝામપુરાના મકાનમાં બપોરે ચોરી કરવા ઘુસેલા ચોરને લોકોએ પૂરી દીધો, પોલીસે દબોચી લીધો
By GS Team
9 Jul 20261 min read
વડોદરાના નિઝામપુરામાં ધોળે દિવસે ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. એલજી નગરમાં અનિલભાઈ ક્રિશ્ચનના મકાનમાં બપોરે 4 વાગ્યે પંકજ વિજયભાઈ મારવાડા નામનો શખ્સ ઘૂસ્યો હતો. લોકોની સતર્કતાથી દરવાજો બંધ કરી દેવાયો અને પોલીસને જાણ કરાઈ. પોલીસે બાથરૂમમાં છુપાયેલા ચોરને ઝડપી પાડ્યો. હાલ તેની વધુ પૂછપરછ ચાલુ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ધોળે દિવસે ચોરી કરવા માટે એક મકાનમાં ઘૂસેલો ચોરન લોકોની સતર્કતાને કારણે ઝડપાઈ ગયો હતો.
નિઝામપુરા એલજી નગરમાં રહેતા અનિલભાઈ ક્રિશ્ચનના મકાનમાં ગઈકાલે બપોરે ચારેક વાગે એક શખ્સ ઘુસી જતા નજીકમાં રહેતા તેમના પરિચિતને જાણ થઈ હતી. જેથી લોકોએ મકાનનો દરવાજો પાછળથી બંધ કરી પોલીસને જાણ કરી હતી.
પોલીસ આવી જતા મકાનનો દરવાજો ખોલી તપાસ કરી તો ચોરી કરવા માટે આવેલો શખ્સ બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પુરાઈ રહ્યો હતો. જેથી પોલીસે તેને બહાર કાઢ્યો હતો અને પૂછપરછ કરતા તેનું નામ પંકજ વિજયભાઈ મારવાડા (વિમાના દવાખાના પાસે, વારસિયા) હોવાનું ખુલ્યું હતું. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.