અમદાવાદમાં વરસાદમાં તમારા વાહનની પણ નંબર પ્લેટ ખોવાઈ ગઇ, આ રીતે મેળવી શકશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Police News : અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીમાં ફસાયેલા અનેક વાહનોની નંબર પ્લેટ નીકળી ગઇ હતી. પોલીસે રસ્તા પરથી મળેલી 500થી વધુ નંબર પ્લેટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. ત્યારે આ નંબર પ્લેટ મેળવવા કે નવી નંબર પ્લેટ મેળવવા માટે વાહનચાલકોને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે.
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદમાં હજારો વાહન ફસાઇ ગયા હતા. જેમાં પાણીમાં ચલાવવાથી અનેક વાહનોની નંબર પ્લેટ તુટીને અલગ થઇ ગઇ હતી. અમદાવાદ પોલીસે 500થી વધુ નંબર પ્લેટ મેળવીને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી. જે પરત આપવા માટે પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંગે પોલીસ દ્વારા સુચના આપવામાં આવી છે કે નંબર પ્લેટ ખોવાઇ જવાના કે તુટી જવાના કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવવી . આ માટે વાહનચાલકે આર સી બુક, ડઇવીંગ લાયસન્સ અને ઓળખપત્ર સાથે લઇને જવું. સાથે સાથે નવી નંબર પ્લેટ કઢાવવા માટે પણ જાણવા જોગ ફરિયાદની કોપી જરૂરી છે. હાલ અમદાવાદ પોલીસે 200થી વધુ નંબર પ્લેટ તેમના માલિકોને પરત આપી હતી.









