છાણી જકાતનાકા પાસે રિક્ષાની ટક્કરે ઘાયલ રાહદરીનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

છાણી જકાતનાકા નજીક રિક્ષાની ટક્કર વાગતા ગંભીર રીતે ઘાયલ આધેડનું મોત થયું છે. જે અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગત ૨૨ મી તારીખે અટલાદરા તળાવ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા ખિસકોલી સર્કલ વુડા હાઉસિંગમાં રહેતા ૧૯ વર્ષના આકાશ ભારદ્વાજને ગંભીર ઇજા થતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આજે બપોરે તેનું મોત થયું છે.
જ્યારે અન્ય એક કેસમાં નવાયાર્ડ રમણીકલાલની ચાલીમાં રહેતા ૫૬ વર્ષના કમલેશભાઇ અંબાલાલ પરમાર ગત ૮ મી તારીખે રાત્રે સાડા આઠ વાગ્યે છાણી જકાતનાકા પાસેથી ચાલતા જતા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થતા ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




