વડોદરા ડિવિઝનના કરજણ - શિનોર પંથકના મુસાફરો હેરાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્વિમ રેલવેના વડોદરા ડિવિઝન હેઠળ આવતા કરજણ અને શિનોર તાલુકાના રેલવે મુસાફરો છેલ્લા ઘણા વર્ષોથી પાયાની સુવિધાઓ માટે ટળવળી રહ્યા છે.
ઝેડઆરયુસીસી(ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી)ના સભ્યએ પશ્વિમ રેલવેના જનરલ મેનેજર,મુંબઈને કરેલી રજૂઆત મુજબ, મિયાગામ કરજણ- માલસર અને મોટી કોરલ રેલવે લાઇન છેલ્લા છ વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. કરજણ- મોટી કોરલ નવી લાઈનને ઝગડિયા સુધી લંબાવવા જણાવાયું છે.
વધુમાં ઉમેર્યું કે અમદાવાદ-મુંબઈ લોકશક્તિ , વલસાડ-વડનગર, દાદર-અજમેર, બોરીવલી-માલવા એક્સપ્રેસને મિયાગામ કરજણ ખાતે સ્ટોપેજની વર્ષોથી માગ છે. કોરોનામાં બંધ કરાયેલી અનેક ટ્રેનો સાડા છ વર્ષ પછી પણ ફરી શરૃ કરાઈ નથી. ફિરોઝપુર-મુંબઈ જનતા, અમદાવાદ-મુંબઈ, જામનગર-સુરત-બાંદ્રા, આણંદ- વડતાલ ટ્રેનોનો સમાવેશ થાય છે, જ્યારે વલસાડ- વડોદરાને આણંદ સુધી લંબાવવા માગ છે.
મિયાગામ કરજણ-ડભોઈ રૃટ પર અગાઉ રોજ ૫ નેરો ગેજ ટ્રેનો દોડતી હતી, હવે માત્ર એક જ ટ્રેન કરી દેવાઈ છે અને કંડારી, ગણપતપુરા, પારીખા , માંડલા અને નડા જેવા સ્ટેશનો પર કોઈ સ્ટોપેજ નથી. કરજણ નવાબજાર-જૂના બજાર ખાતે ફૂટ ઓવર બ્રિજનું બાંધકામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનું જણાવાયું છે.




