Baroda

'ઘરે પહોંચો ત્યારે પરિવાર ખુશ થાય, તો જ સાચા ધરતીના દેવતા'

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
શહેરના માંજલપુર લાલબાગ જૈન સંઘ ખાતે ચાતુર્માસ દરમિયાન ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજે પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્યું કે, તમારા આગમનથી ઘરના સભ્યોના ચહેરા પર આનંદ પ્રસરે તો તમે ધરતીના દેવતા છો. આવતીકાલે સવારે 9:30 વાગ્યે 'શંકાનું ઝેર મચાવે કેર' વિષય પર પ્રવચન આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઘરે પહોંચો ત્યારે પરિવાર ખુશ થાય, તો જ સાચા ધરતીના દેવતા'

શહેરના માંજલપુર લાલબાગ જૈન સંઘ ખાતે ચાતુર્માસ દરમિયાન ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજના પ્રેરણાદાયી પ્રવચનોમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.

રોજ સવારે યોજાતી જીનવાણીમાં મહારાજશ્રીએ જીવનને સ્પર્શી જાય તેવો સંદેશ આપતા કહ્યું કે, 'તમે ઘેર જાઓ અને તમારા આગમનથી ઘરના સભ્યોના ચહેરા પર આનંદ પ્રસરે તો તમે ધરતીના દેવતા છો, પરંતુ તમારા આવવાથી ઘરમાં ભય અને સન્નાટો છવાઈ જાય તો સમજવું કે તમારાં સ્વભાવમાં પરિવર્તનની જરૃર છે.'

મહારાજશ્રીએ સમજાવ્યું કે પરિવારને સુખ, શાંતિ અને પ્રેમ આપનાર વ્યક્તિ જ સાચા અર્થમાં જીવનનું મૂલ્ય સમજે છે. ક્રોધ, અહંકાર અને કડવાશ પરિવારની ખુશી અને પ્રગતિને ખાખ કરી શકે છે.

આજના પ્રવચન દરમિયાન મહારાજશ્રીએ 'વૈરાગ્ય રસમંજરી' ગ્રંથનો શુભારંભ કરાવ્યો છે. સાથે જ ચાલી રહેલી ૨૪ તીર્થંકર તપ આરાધનામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. બાળકોમાં પણ તપ અને આરાધના પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આવતીકાલે રવિવારે સવારે ૯ઃ૩૦ વાગ્યે યોજાનારા પ્રવચનમાં 'શંકાનું ઝેર મચાવે કેર' વિષય પર મહારાજ માર્મિક પ્રવચન કરશે.