Baroda

સુહાગરાતે જ પતિએ પત્નીને કહ્યું હું તને શરીરસુખ આપી નહી શકું

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
ભરૂચમાં એક 24 વર્ષીય પરિણીતાએ પતિ સહિત 6 સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. લગ્નના પ્રથમ દિવસે જ પતિએ પોતે શારીરિક સંબંધ બાંધી ન શકતો હોવાનું કહી પત્ની સાથે સંબંધ બાંધ્યા ન હતા. બાદમાં સાસરિયાઓએ દોઢ લાખ અને બાઇક માટે દબાણ કરી પરિણીતાને માર માર્યો હતો. મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુહાગરાતે જ પતિએ પત્નીને કહ્યું હું તને શરીરસુખ આપી નહી શકું

લગ્નના પ્રથમ દિવસે જ પતિએ પત્નીને હું શરીરસુખ આપી શકું તેમ નથી તેમ કહ્યા બાદ પણ દહેજ માટે ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાઓ સામે આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
શહેર નજીક સમીયાલામાં રહેતી ૨૪ વર્ષની પરિણીતાએ ભરૃચ જિલ્લામાં વાગરા અને જંબુસર તાલુકામાં રહેતા અડધો ડઝન સાસરિયાઓ સામે નોધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે આઠ માસ પહેલા મારા લગ્ન વાગરા તાલુકાના સલીમ સૈયદ સાથે થયા હતાં. લગ્ન બાદ હું પિયરમાંથી દાગીના સહિતની વસ્તુઓ લઇને સાસરીમાં ગઇ હતી. સાસરીમાં ગયા બાદ મારા સાસુ તેમજ નણંદે પ્રથમ દિવસે મને તેમજ મારા પતિને ભરૃચની એક હોટલમાં મોકલ્યા હતાં.
સુહાગરાતના દિવસે જ પતિએ હું તને શરીરસુખ આપી શકું તેમ નથી તેમ કહી મારી સાથે સંબંધ બાંધ્યા ન હતાં. બીજા દિવસે હું સાસરીમાં ગઇ હતી અને બે દિવસ બાદ પતિની વાત મારા સાસુ તેમજ નણંદને કરતા બંનેએ મારી સાથે ઝઘડો કર્યો હતો અને પિયરમાંથી દોઢ લાખ લઇ આવ, બાઇક પણ નથી લાવી તેમ કહી માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યુ હતું.
મારા પતિ પણ મને મારઝૂડ કરતા હોવાથી મેં મારા પિતાને આ વાતની જાણ કરતા તેઓ મારી સાસરીમાં આવ્યા હતાં અને પતિ તેમજ સાસરીપક્ષના સભ્યોને સમજાવવાનો પ્રયત્ન કરતા મારા પિતાનું પણ અપમાન કર્યુ હતું. દરમિયાન મેં છૂટાછેડાની વાત કરતા તેઓ તે પણ આપવા તૈયાર ન હતાં. દરમિયાન સમાજના સભ્યો નિરાકરણ લાવવા ભેગા થયા ત્યારે પણ મારા ચારિત્ર્ય અંગે ટિપ્પણીઓ કરી હતી જેથી મેં પણ મારા પતિની પોલ ખોલી હતી. ત્યારે કુરાને શરીફ હાથમાં લઇ મારા પતિએ બધાની વચ્ચે કબૂલ્યું હતું કે હું કોઇપણ સ્ત્રીને શરીરસુખ આપી શકું તેમ નથી. ઉપરોક્ત વિગતોની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.