US માં નોકરી અપાવવાના નામે જૂનો મિત્રએ જ 2.90 લાખ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુએસમાં નોકરી અપાવવાના નામે વાત કરી તથા વિઝા પ્રક્રિયા કરાવી આપવાના બહાને એક યુવક પાસેથી રૃ.૨.૯૦ લાખ પડાવી લેનાર એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મકરપુરાના રોયલ પેરેડાઇઝ ખાતે રહેતા બ્રેન્ડન કૈરાણાએ પોલીસને કહ્યું છે કે,મારે યુએસ ખાતે નોકરી કરવાની ઇચ્છા હતી.વર્ષ-૨૦૨૪માં મારો જૂનો મિત્ર અમોલ ચોખાલે (ગોલ્ડ કોસ્ટ,લોહેગાવ,પૂણે) વડોદરાની હોટલમાં આવ્યો હોવાથી મારે મુલાકાત થઇ હતી.મેં વિદેશ જવાની વાત કરતાં અમોલે કહ્યું હતું કે મારી એક કંપની યુએસમાં ચાલે છે અને તારે જવું હોય તો વિઝા મંજૂર કરાવી આપીશ.
યુવકે કહ્યું છે કે,મે અમોલ પર વિશ્વાસ રાખીને રૃ.૨.૯૦ લાખ આપ્યા હતા અને તેણે સાત-આઠ મહિનામાં વિઝા આવી જશે તેમ કહ્યું હતું.પરંતુ ત્યારપછી વિઝા આવ્યા નથી કે રૃપિયા પણ પરત આપતો નથી.જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.




