Baroda

ગોત્રીમાં 12વર્ષીય સગીરાને નાહતી જોવા બારીમાં ગોઠવાઇ જતા નેપાળી યુવકને પોલીસને સોંપ્યો

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
ગોત્રી-સેવાસીમાં 12 વર્ષીય વિદ્યાર્થિનીને નહાતી વખતે બારીમાંથી ડોકિયાં કરતા નેપાળી યુવકને અભયમની સમજાવટ છતાં ન સુધરતા તાલુકા પોલીસને સોંપાયો. અન્ય કિસ્સામાં, પતિના નિધન બાદ માસી સાસુ અને નણંદે મકાન-દાગીનાની ઉઘરાણી કરતા વિધવાએ અભયમની મદદ લીધી. અભયમે સમાધાન કરાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રીમાં 12વર્ષીય સગીરાને નાહતી જોવા બારીમાં ગોઠવાઇ જતા નેપાળી યુવકને પોલીસને સોંપ્યો

પારિવારિક તકરાર અને હેરાનગતિના કિસ્સાઓમાં પોલીસ કરતાં પહેલાં સામાજિક સંસ્થાઓની મદદ લેવામાં આવતી હોવાના કિસ્સાઓ બનતા હોય છે.
ગોત્રી- સેવાસી વિસ્તારમાં બનેલા આવા જ એક કિસ્સામાં બાર વર્ષીય વિદ્યાર્થિની નાહવા જાય તે જ વખતે સામેની બારીમાં તેને જોવા માટે ઉભા રહેતા એક નેપાળી યુવકને પાઠ ભણાવવા માટે સગીરાએ પરિવારને જાણ કરી હતી.પરિવારે અભયમની મદદ લેતાં યુવકને સમજાવ્યો હતો.પરંતુ તે ભૂલ સ્વીકારવા તૈયાર નહિ હોવાથી આખરે તેને તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
બીજા એક ક્સ્સિામાં પતિનું યુવાન વયે અવસાન થતાં એકલી પડેલી પત્ની હજી શોકમાંથી બહાર આવે તે પહેલાં તો માસી સાસુ અને નણંદે તેની પાસે મકાનના કાગળો અને દાગીનાની ઊઘરાણી કરવા માંડી હતી. પત્નીએ કહ્યું હતું કે તમારા ભાઇને ગયાને હજી માંડ સોળ દિવસ થયા છે.તમારા ભાઇને દારૃ અને જુગારનું વ્યસન હતું.ઘણી જગ્યાએ દાગીના ગીરવી મૂક્યા છે.ઘરના કાગળોની મને કાંઇ ખબર નથી.આમ છતાં પત્નીને ટોર્ચર કરવામાં આવતાં આખરે તેણે અભયમની મદદ લીધી હતી અને હાલપુરતું તેમની વચ્ચે સમાધાન કરવવામાં આવ્યું હતું.