Baroda

બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકમાં મુન્ના તરબૂચના જામીન નામંજૂર

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
બિચ્છુ ગેંગ સામેના ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ મુન્ના તરબૂચની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. મુખ્ય આરોપી અસલમ બોડિયો શેખે અન્ય આરોપીઓ સાથે મળી બિચ્છુ ગેંગ બનાવી ગંભીર ગુના આચર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મુન્ના તરબૂચની ધરપકડ કરી હતી. સરકારે દલીલ કરી હતી કે આરોપી સામે મજબૂત કેસ છે અને તે 5 મહિના ફરાર રહ્યો હતો. કોર્ટે નવા સંજોગોના અભાવે જામીન અરજી રદ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકમાં મુન્ના તરબૂચના જામીન નામંજૂર

બિચ્છુ ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચે નોંધેલા ગુજસીટોકના ગુનામાં હાલ જ્યૂડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં રહેલ મુન્ના તરબૂચની રેગ્યૂલર જામીન અરજી અત્રેની કાર્ટે નામંજૂર કરી છે.

આ ગુનામાં મુખ્ય આરોપી અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખે અન્ય આરોપીઓ સાથે મળી બિચ્છુ ગેંગ નામની સંગઠીત ગુના આચરતી ટોળકી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી આરોપીઓ દ્વારા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હોઈ ક્રાઈમ બ્રાન્ચે અરજદાર/આરોપી મોહંમદ હુશેન ઉર્ફે મુન્ના તરબુચ જાકીર શેખ( રહે.મહેબુબપુરા,નવાપુરા) ની ગુજસીટોક અધિનિયમ હેઠળ ધરપકડ કરી છે.

ગઈકાલે સ્પેશ્યલ જજ (ગુજસીટોક) કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા સરકાર તરફે ધારશાસ્ત્રી સ્પેશ્યલ પી.પી. રઘુવીર પંડયાની દલીલો હતી કે આરોપી સામે મજબૂત પ્રથમ દર્શનીય કેસ છે. સર્વોચ્ચ અદાલતનો હુકમ હોવા છતાં જાતે સરન્ડર કર્યું નથી. ગુજરાત હાઈકોર્ટે જામીન રદ કર્યા હોવા છતાં હાજર નહીં થઈ પાંચ મહિના સુધી ફરાર રહ્યો છે. આરોપી સામે ત્રણ વખત બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ થયા છે.

કોર્ટે નોંધ્યું કે આરોપીએ ઈરાદાપૂર્વક ગુજરાત વડી અદાલતના હુકમની અવગણના કરી છે અને આરોપીએ સરન્ડર નહીં કરતા તે 'એબ્યુઝ ઓફ પ્રોસેસ' છે તેવું વડી અદાલતે માન્યું છે. વધુમાં ઉમેર્યું કે અત્રેની અદાલતના જામીન ગુજરાત હાઈકોર્ટે કેન્સલ કર્યા હોઈ આરોપીને જામીન આપવા પડે તેવા નવા સંજોગો રેકર્ડ પર નથી. આ જોતા અરજદાર/આરોપી મુન્ના તરબૂચની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.