મ્યુ.કોર્પોરેશને હરણી- સયાજીપુરામાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે બપોરે હરણી-સયાજીપુરાના બ્રહ્માનગર ખાતે ટીપી સ્કીમ નંબર. ૪૫માં ૩૦ મીટરના ટીપી રોડમાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
એફપી નંબર. ૧૪૦થી ૧૬ તરફ જતા ૩૦ મીટરના ટીપી રોડના માર્ગમાં આવતા દબાણો દૂર કરાયા છે. વુડાના મકાન ચાર રસ્તાથી આગળ એરફોર્સની દીવાલ સુધીના દોઢ કિલોમીટર વિસ્તારમાં આ કામગીરી કરાઈ છે. ટીપી રોડમાં આવતી આશરે ૫ હજાર ચોરસ ફૂટ જગ્યા પરના ૮ યુનિટ સામે કાર્યવાહી કરાઈ છે. આ દરમિયાન ગોડાઉનનું બાંધકામ અને શેડ સહિતના દબાણો દૂર કર્યા છે. દબાણ શાખાની ટીમ સાથે ટીપી વિભાગના અધિકારીઓ તેમજ પોલીસનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
આ ઉપરાંત વોર્ડ નંબર ૧૩માં ૪ શેડ, વોર્ડ નંબર બેમાં નવરત્નશાળાની પાસે, નિઝામપુરા ગેસ પંપ પાસે તથા સમા કેનાલ પાસેના કાચા-પાકા ઝુંપડાના દબાણો દૂર કરાયા છે.




