મ્યુનિ.કોર્પોરેશને ગંદકી ફેલાવતા વધુ ૨૩ એકમોને સીલ કરી દંડ ફટકાર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનની સેનેટરી અને રેવન્યુ શાખાની ટીમે આજે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેરમાં ગંદકી બદલ વિવિધ વિસ્તારોમાં વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
વોર્ડ નંબર ૧૦માં વાસણા-તાંદળજા રોડ પર જાહેર માર્ગ પર કચરો ફેંકવા બદલ બે પાનની અને એક ચાની દુકાન સીલ કરાઈ છે. વોર્ડ નંબર ૧૧માં મકરંદ દેસાઈ રોડ પર જાહેરમાં કાટમાળ ઠાલવવા બદલ એક વેપારી પાસેથી રૃા.૧૦ હજારનો દંડ વસૂલાયો છે. દિવાળીપુરા ખાતે એક રેસ્ટોરન્ટ, બે દુકાનો અને ત્રણ લારીધારકો મળી કુલ ૬ એકમો સીલ કરાયા છે. તેમજ ગંદકી કરતા લારીધારકો પાસેથી રૃા.૧૨ હજારનો દંડ વસૂલાયો છે.
વોર્ડ નંબર ૧૨માં વડસર રોડ ખાતે કાટમાળ ફેંકવા બદલ 'આસ્થા એસોસિએટ' પાસેથી રૃા.૨૦ હજારનો દંડ વસૂલાયો છે. મીની વડસર બ્રિજ પાસે પંજાબી રેસ્ટોરન્ટ પાસેથી સિંગલયુઝ પ્લાસ્ટિકના ઉપયોગ માટે રૃા.૩ હજારનો દંડ વસૂલાયો છે. પશ્વિમ ઝોન દ્વારા કુલ રૃા.૪૫ હજારનો દંડ વસૂલાયો છે. વોર્ડ નંબર ૧૪માં સંતકબીર રોડ અને ગેંડીગેટ વિસ્તારમાં ગંદકી અંગે ૧૪ દુકાનો સીલ કરાઈ છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ,૨૦૨૬ મુજબ દરેક દુકાનદારે પોતાના બે ડસ્ટબિન (ભીનો/સૂકો કચરો) રાખવાના રહેશે. દુકાનની આસપાસ ૧૦ મીટરમાં કચરો કે ગંદકી જણાશે તો કોર્પોરેશન કાર્યવાહી કરશે.




