Baroda

વડોદરામાં બે મહિનામાં ગાંજાના એક ડઝનથી વધુ કેસ, નવા યાર્ડમાં ગાંજા સાથે ખેપિયો પકડાયો

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેર પોલીસે નવા યાર્ડ વિસ્તારમાંથી શાને મોહમ્મદ નબજુલખાન પઠાણ નામના શખ્સને 10 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹6 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં તેણે ગોરવાના મુનાવર પાસેથી ગાંજો મેળવ્યો હોવાનું કબૂલતા, પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ આ કાર્યવાહી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં બે મહિનામાં ગાંજાના એક ડઝનથી વધુ કેસ, નવા યાર્ડમાં ગાંજા સાથે ખેપિયો પકડાયો

Vadodara : વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનનોને ડ્રગ્સની કામગીરી સોંપાયા બાદ નાર્કોટિક્સના કેસો સતત નોંધાઈ રહ્યા છે અને નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા તત્વો તેમજ બંધાણીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
નવા યાર્ડ વિસ્તારમાં પોલીસે એક શખ્સને ગાંજા સાથે ઝડપી પાડવાનો વધુ એક બન્યો છે. પોલીસે રોશનનગરમાં રહેતા શાને મોહમ્મદ નબજુલખાન પઠાણને ઝડપી પાડી તેની પાસેથી 10 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે મોબાઈલ અને અન્ય રોકડ મળી કુલ રૂ.6 હજાર ઉપરાંતની મતા કબજે કરી છે.
પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો ગોરવાના મુનાવર પાસેથી મેળવ્યો હોવાની વિગતો ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. નોંધનીય છે કે બે મહિના પહેલા પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનને ડ્રગ્સની કામગીરી સોંપતા અત્યાર સુધીમાં ડ્રગ્સના એક ડઝનથી વધુના કેસો નોંધાયા છે.