મમ્મી મારા કરતાં નવા પપ્પા પર વધુ ધ્યાન આપેછે,પપ્પા મારપીટ કરેછે..પુત્રી પોલીસ સ્ટેશને પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માતાએ ડિવોર્સ લઇ બીજા લગ્ન કર્યા બાદ પુત્રીએ નવા પિતા મારઝૂડ કરતા હોવાનો આક્ષેપ કરી પોલીસ પાસે મદદ માગી હતી.
યુવાન પુત્રીનું કહેવું છે કે,મારા માતા- પિતા વચ્ચે ઝઘડા થતા હોવાથી છૂટાછેડા થઇ ગયા છે.હું મારી માતા સાથે રહેતી હતી.પરંતુ તેણે બીજા લગ્ન કરતાં મારી માતા મારા કરતાં નવા પિતા પર વધુ ધ્યાન આપતી હોય તેમ લાગે છે.સાવકા પિતા કોઇ પણ વાત જાણ્યા વગર આક્ષેપો કરી મારપીટ કરે છે અને માતા પણ મને સમજાવી તેમનો પક્ષ લે છે.
પુત્રીએ કહ્યું છે કે,મેં જોબ શરૃ કરી છે અને ફ્રેન્ડ સર્કલમાં પણ સંપર્કમાં રહું છું.જેથી મારા પિતાને એમ લાગે છે કે હું સ્વછંદી બની ગઇ છું.જેથી હું કોઇની સાથે વાત કરું કે ઉભી હોઉં તો પણ ઝઘડા કરે છે.પોલીસે આ બાબતે અભયમને જાણ કરતાં પુત્રી,માતા અને પિતાનું કાઉન્સેલિંગ કરી ત્રણેય વચ્ચે સમાધાન કરાવ્યું હતું.









