Baroda
અકોટામાં મકાનના ત્રીજા માળેથી 10 લાખ ઉપરાંતના ઈ-જથ્થો સાથે સગીર પકડાયો, બે વોન્ટેડ
By GS Team
21 Aug 20261 min read
વડોદરાના અકોટા વિસ્તારમાં પોલીસે એક મકાનમાંથી રૂ. 10 લાખથી વધુની કિંમતનો ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. SOG ટીમે દરોડો પાડી એક સગીરની અટકાયત કરી હતી. સેફાન ઉર્ફે બાબા મેમણ અને અવેશ પટેલ ઈ-સિગારેટનો સ્ટોક રાખી વેચાણ કરતા હોવાનું ખુલતા, પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના અકોટા વિસ્તારના એક મકાનમાંથી પોલીસે ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક સગીરની અટકાયત કરી છે. જ્યારે બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.
અકોટા ટાઉનશીપના ત્રીજા માટે મકાનમાં રહેતાસેફાન અને અવેશ નામના શખ્સો ઈ-સિગારેટનો સ્ટોક રાખી અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાની વિગતો મળતા એસ.ઓ.જીની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનમાંથી એક સગીરની અટકાયત કરી હતી.
મકાનમાં તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10 લાખથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સેફાન ઉર્ફે બાબા ઈકબાલ મેમણ(બહાર કોલની, આજવા રોડ) અને અવેશ રફીક ભાઈ પટેલ (મહંમદ વાડી, અકોટા)ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.