કારેલીબાગમાં વુડા ભવનમાં છઠ્ઠા માળે નગરપાલિકાઓની કચેરીમાં રહસ્યમય સંજોગોમાં ભીષણ આગ, મહત્વના દસ્તાવેજો ખાક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વુડા ઓફિસમાં ગઈકાલે રાત્રે છઠ્ઠા માટે લાગેલી ભીષણ આગને પગલે મારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કારીબાગ વુડા કચેરીના છઠ્ઠા માળે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરની કચેરી આવેલી છે. એમાં નગરપાલિકાઓને લગતો વહીવટ અને મહત્વના દસ્તાવેજો રાખવામાં આવતા હોય છે.
ગઈકાલે રાત્રે ઉપરોક્ત ઓફિસમાં એકાએક આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ વખતે વાયરીંગ, ફર્નિચર અને મહત્વના દસ્તાવેજો આગમાં લપેટાઈ ચૂક્યા હતા. જેથી આગને કાબુમાં લેતા બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.
ઓફિસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જેથી આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.









