Baroda

વડોદરામાં સરદાર એસ્ટેટ પાસે પરોઢિયે લક્ઝરી બસ આગમાં ખાખ, જાનહાની થતા રહી ગઈ

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના આજવા રોડ પર આજે પરોઢિયે સરદાર એસ્ટેટ પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી. ધુમાડા નીકળતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો. પાણીગેટ ફાયર બ્રિગેડે 30 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સરદાર એસ્ટેટ પાસે પરોઢિયે લક્ઝરી બસ આગમાં ખાખ, જાનહાની થતા રહી ગઈ

Vadodara Bus Fire : વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આજે પરોઢિયે એક લક્ઝરી બસમાં આગ લાગવાના બનાવને પગલે સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોમાં અફરાતફરી સર્જાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે એક લક્ઝરી બસ સાઈડમાં પાર્ક હતી તે દરમિયાન અચાનક તેમાંથી ધુમાડા નીકળવા માંડતા દહેજતનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો ગભરાઈ ગયા હતા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અડધો કલાકમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. ઉપરોક્ત બનાવવામાં કોઈની થઈ હોવાના અહેવાલ નથી તેમ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ પણ બહાર આવ્યું નથી.